જૂનાગઢ તાલુકાના ડુંગરપુર રોયલ્ટી પાસે ફોરવ્હીલે સાઈકલને હડફેટે લેતા ગંભીર ઈજાથી આધેડનું મૃત્યું

0

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામ રોયલ્ટી પાસે એક ફોરવ્હીલે સાઈકલને હડફેટે લેતા એક આધેડનું મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે શારદાનગરમાં રહેતા યાહયાખાન અબ્દુલાખાન લાસારીએ ફોરવ્હીલ કાર નંબર જીજે-૦૩-જેએલ-ર૬૭૭ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના બનેવી જાવેદખાન અબ્દુલાખાન ગોપાંગ(ઉ.વ.૪૬) વાળા પોતાની સાયકલ લઈ ડુંગરપુર ગામે રોયલ્ટી પાસે વેલનાથ પાનની દુકાન સામે રોડ ઉપરથી ઘરે જતા હોય ત્યારે તે દરમ્યાન આ કામના ફોરવ્હીલ કાર રજી નં જીજે-૦૩-જેએલ-ર૬૭૭ના ચાલકે પોતાના હવાલાની ફોરવ્હીલ કાર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે જૂનાગઢ બાજુથી ચલાવી આવી ફરિયાદીના બનેવીની સાયકલને પાછળથી હડફેટે લઈ ફરીયાદીના બનેવીને નીચે પછાડી નાશી ગયેલ હોય અને ફરિયાદીના બનેવીને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને સરકારી હોસ્પિટલ જૂનાગઢ ખાતે ૧૦૮ મારફત લાવવામાં આવેલ જયાં ફરજ ઉપરના ડોકટરે મૃત જાહેર કરેલ છે. આ બનાવ અંગે ફોરવ્હીલના ચાલક વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી અને જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!