ભેસાણ તાલુકાના ઢોળવા ગામે પાડોશી વચ્ચે મારામારી : જાનથી મારી નાખવાની ધમકી આપી

0

જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના ઢોળવા ગામે મારામારીનો બનાવ બનેલ છે જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ભેસાણના ઢોળવા ગામના ગૌરીબેન હિતેષભાઈ તેરૈયા(ઉ.વ.૩૮)એ નીમુબેન જીવરાજભાઈ લીંબાસીયા, મનિશાબેન જીવરાજભાઈ લીંબાસીયા, અશ્વિનભાઈ જીવરાજભાઈ લીંબાસીયા, કાલબેન અશ્વિનભાઈ લીંબાસીયા વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી અને આરોપીઓ પાડોશી થતા હોય અને આ કામના ફરિયાદીની દિકરી શેરીમાં રમતી હોય જેથી આ કામના આરોપી નં-૧ ફરિયાદીની દિકરીને ખિજાતા આ કામના ફરિયાદી આરોપીને સમજાવવા જતા આરોપીઓએ ફરિયાદી સાથે અપશબ્દો તથા જ્ઞાતી વિરૂધ્ધના અપશબ્દો બોલી ફરિયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી ફરિયાદીને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી આરોપી નં-૩નાએ પાઈપ લઈને આવીને ફરિયાદીને ઘર સળગાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!