કાળઝાળ ગરમીના સમયમાં શેરડીનો રસ, કેરીનો રસ અને ‘બરફના ગોલા’ લોકોની પસંદ

0

જૂનાગઢ શહેરમાં ઠેક-ઠેકાણે રસના ચિચોડા, કેરીનો સર સેન્ટર અને બરફના ગોલાનું વેંચાણ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ‘એપ્રિલ માસ’ આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે ત્યારે ગરમીના દિવસોમાં ઠંડક અને તૃપ્તીના ઓડકાર માટે લોકો ઠંડા પીણા તેમજ ખાસ કરીને શેરડીનો રસ, કેરીનો રસ અને બરફના ગોલા સહિતના ઠંડક થાય તેવા પીણાનું સેવન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ શહેરમાં ઠેક ઠેકાણે શેરડીના રસ માટેના વેંચાણ કેન્દ્રો માટે શેરડીના ચીચોડો ધમધમી રહ્યા છે અને લોકો શેરડીનો મીઠો મધુરો રસ, અનાનસ સાથે મીકસ કરેલા રસનું ચલણ વધી રહેલ છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યાએ કેરીનો રસ વેંચાણના કેન્દ્રો શરૂ થયા છે અને કેરીના રસનો પણ લોકો આ સ્વાદ માણી રહ્યા છે. આ ઉપરાંત આઈસ્ક્રીમ પાર્લર, લચ્છી સેન્ટર, બજારમાં મળતી વિવિધ પ્રકારની કેન્ડીનું પણ સારૂ એવું વેંચાણ થાય છે. સાંજના સમયે અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં બરફના ગોલાના વેંચાણ કેન્દ્રો પણ ધમધમી રહ્યા છે. રૂા.પ૦થી અને ૧પ૦, ર૦૦ સુધીની કિંમતના બરફના ગલા મલાઈ તેમજ વિવિધ પ્રકારના સુકા મેવાથી ફ્રુટ, ટુટીફ્રુટીથી ભરપુર બરફના ગોલા ડીશનું ખુબ જ વેંચાણ થઈ રહ્યું છે અને ગ્રાહકો ખાસ કરીને સાંજના સમયે પોતાના પરીવારજન સાથે બરફના ગોલાના વેંચાણ કેન્દ્ર ઉપર આવી અને બરફના મીઠા મધુરા અને અનેક વ્યજંનોથી ભરપુર એવા બરફના ગોલાનો આસ્વાદ માણે છે. સાંજથી લઈ મોડી રાત્રી સુધી સારી એવી ઘરાકી બરફના ગોલા સેન્ટરોમાં રહેતી હોય છે. જૂનાગઢ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરમાં ત્યાંના પ્રખ્યાત બરફના ગોલાનો સ્વાદ માણવા લોકો જતા હોય છે. હાલ ઉનાળાના સખ્ત તાપ વચ્ચે લોકો શેરડીનો રસ, કેરીનો રસ, બરફના ગોલાનો આસ્વાદ માણી રહ્યા છે અને ઠંડક મેળવવા પ્રથમ પસંદગી બની ગયા છે.

error: Content is protected !!