ચૂંટણી આચારસંહિતાની કડક અમલવારીમાં છીંડા, ઉઠતા સવાલો

0

રાજકીય પક્ષોની ગતીવિધી ઉપર ચૂંટણી પંચની નજર હોવા છતાં કોઈ અધિકારીએ સામેથી ફરિયાદ કરી હોય તેવું બન્યું નથી તેનું કારણ શું ?

જૂનાગઢ જીલ્લા સહિત ગુજરાતભરમાં લોકસભાની આગામી ચૂંટણી અંગે પ્રચાર તંત્ર જાેરશોરથી ચાલી રહ્યું છે. ચૂંટણી માટેની બેઠક, સભાઓમાં ઉપસ્થિત નેતાઓ દ્વારા કરવામાં આવતા વિવાદીત નિવેદનોને પગલે ભારે હોબાળો મચી જતો હોય છે. રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રીય સમાજ આગબબુલો થયો છે અને હજુ પણ આ મામલો થાળે પડયો નથી. તો બીજી તરફ જૂનાગઢ જીલ્લામાં પણ વિસાવદર ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ તેમજ આપના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના આગેવાન ભૂપત ભાયાણીએ કરેલા નિવેદનને પગલે પણ આ બંને નેતાઓ વિરૂધ્ધ આચારસંહિતા ભંગ અંગે કાર્યવાહી કરવા અંગે માંગણી કરવામાં આવી હતી. દરમ્યાન આ કેસમાં જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખને કિલન ચીટ આપવામાં આવી છે અને આપના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા ભૂપત ભાયાણીનું વિધાન આચારસંહિતાનો ભંગ હોવાનું પંચે જણાવેલ છે. આમ બે નિવેદનો પ્રત્યે ચૂંટણી પંચનું વલણ અલગ જાેવા મળે છે અને જેને લઈને ચૂંટણી આચારસંહિતાનો કડક રીતે અમલ થતો ન હોવાની અને આ અમલીકરણમાં છીંડા હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે.
લોકસભાની આગામી ચૂંટણીના વિવિધ તબક્કા યોજવામાં આવી રહ્યા છે અને મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી સભાઓને યોજવામાં આવી રહેલ છે. આવી ચૂંટણી સભાઓમાં જે તે પક્ષના નેતાઓ દ્વારા કથીત નિવેદનના આધારે કે તેમના વાણી વિલાસના આધારે તેમના વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવા અંગે રજુઆતો કરવામાં આવે છે પરંતુ આ ફરિયાદો અંગે આચારસંહિતાની કડક અમલવારી થતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં વિસાવદર ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી(ભાજપના હાલના નેતા) તેમજ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા વિવાદીત નિવેદન કર્યું હતું. જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા રજવાડા અને દિવ્યાંગો વિશે નિવેદન આપ્યું હતું. જયારે આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું જેને લઈને ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગ અંગેની કાર્યાવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વિશેષમાં આવા કેસમાં ચૂંટણી તંત્રએ કાર્યવાહી કરવાની હોય છે પરંતુ સ્થાનિક આચારસંહિત અમલીકરણ અધિકારીએ કાર્યવાહી તો ઠીક એઆરઓને રિપોર્ટ પણ કર્યો ન હતો અને લોગ પાર્ટીના ઉમેદવારે ફરિયાદ ઉઠાવ્યા બાદ વિસાવદર એઆરઓએ આચારસંહિતા અમલીકરણ અધિકારીને નોટીસ આપી રૂબરૂ હાજર રહી ખુલ્લાશો કરવા જણાવ્યું હતું. દરમ્યાન વિસાવદર ચૂંટણી આચારસંહિતા અમલીકરણ અધિકારીએ ફરિયાદ બાદ તા.રરના કાર્યક્રમ અંગેનો રિપોર્ટ ગઈકાલે વિસાવદર એઆરઓને આપ્યો હતો અને સુત્રોના જણાવ્યા મુજબ તેમાં એવું દર્શાવ્યું છે કે, ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે વ્યકિતગત નિવેદન જાહેરમાં આપ્યું હોવાથી આ કિસ્સામાં આચારસંહિતાનો ભંગ હોવાનું જણાઈ છે. જયારે જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વ્યકિતગત નિવેદન કર્યું ન હોવાથી આ કિસ્સામાં આચારસંહિતા ભંગ થતો ન હોવાનો રિપોર્ટ કર્યો છે. આ રિપોર્ટ જીલ્લા નોડલ અધિકારીને મોકલવામાં આવ્યો છે. દરમ્યાન જીલ્લા ભાજપ પ્રમુખને ચૂંટણી તંત્રએ કિલન ચીટ આપી છે પરંતુ તેની સામે અરજદાર અને લોગ પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ત્રાંબડીયાએ જીલ્લા ચૂંટણી અધિકારીને રજુઆત કરી છે કે ચૂંટણી પંચની લુલા, લંગડા, બાડાબોબડાને બદલે દિવ્યાંગ શબ્દ વાપરવાની સુચના છે પરંતુ આ કિસ્સામાં એમ થયું નથી છતાં કિલન ચીટ આપવામાં આવી છે જેની સામે વાંધો લઈ તેની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
દરમ્યાન ચૂંટણીના સમયગાળામાં ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈપણ રાજકીય પક્ષના જાહેર કાર્યક્રમો અને તેમની કામગીરી ઉપર ચૂંટણી પંચ સતત દેખરેખ રાખતું હોય છે અને આચારસંહિતાના નિયમો પણ ખાસ પ્રકારના ઘડી કાઢેલા છે અને તેની અમલવારી થવી જ જાેઈએ અને જે અંગેની સુચનાઓ જારી થયેલી છે પરંતુ અત્યાર સુધીના જે કોઈ બનાવો નજર સામે જાેશો તો કાર્યક્રમોમાં ચૂંટણી પંચના જવાબદાર અધિકારીની હાજરી હોવા છતાં તેઓ તરફથી જે તે નેતાઓ કે કાર્યકરો વિરૂધ્ધ એક પણ ફરિયાદ આચારસંહિતા ભંગની થતી નથી પરંતુ જયારે કોઈ ફરિયાદ કરે ત્યારે કાર્યવાહી થતી હોય છે. આમ કેમ તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

error: Content is protected !!