જૂનાગઢમાં રવિવારે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પ યોજાશે

0

એચસીજી હોસ્પિટલ રાજકોટ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સંસ્કૃતિ સમાજ, દોમડીયા વાડી જૂનાગઢ, મહાસાગર ટ્રાવેલ લિમિટેડ જૂનાગઢ અને સૌરાષ્ટ્ર ભૂમિ જૂનાગઢ દ્વારા જૂનાગઢમાં વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નિષ્ણાંત અને અનુભવી ડો. પાર્થ લાલચેતા(એમએસ, એમસીએચ ન્યુરોસર્જન, મગજ અને કરોડરજ્જુના તમામ રોગોના નિષ્ણાંત), ડો. મોનીલ પરસાણા એમસીએચ હેડ એન્ડ નેક ઓન્કો સર્જન, ડો. પાર્થ હિંગોલ એમબીબીએસ, એમએસ(ઈએનટી)(કાન, નાક અને ગળાના તમામ રોગોના નિષ્ણાંત, ડો. તપન પારેખ ડીએમ(ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોન્સના રોગોના નિષ્ણાંત), ડો. દિશીત વઘાસીયા એમએસ(ઓર્થોપેડીક)(ઘુંટણ તથા થાપાના સાંધાના તમામ રોગોના નિષ્ણાંત) સેવા આપશે. આ કેમ્પ તા.ર૮ એપ્રિલ ર૦ર૪, રવિવારે સવારે ૧૦ થી બપોરે ર સુધી દોમડીયા વાડી, ભૂતનાથ મંદિરની પાસે, જૂનાગઢ ખાતે યોજાશે. આ કેમ્પમાં દર્દીને બીપી, ડાયાબિટીસ અને ઈસીજીની તપાસ કરી આપવામાં આવશે. કેમ્પમાં બતાવવા આવો ત્યારે જુના રિપોર્ટ સાથે લઈને આવવાના રહેશે. નામ નોંધાવવા માટે અને વધુ માહિતી માટે કૈલાશ અડવાણી મો.૭૦૪૮૮ ૩૬૪પ૭ અને અતુલ ગગલાણી મો.૯૪ર૮ર ૪૦૬૬૯ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!