જૂનાગઢમાં લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાના બે બનાવ : આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ

0

જૂનાગઢ શહેરમાં લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યા અંગે બે ફરિયાદ નોંધાતા પોલીસે યુવક સામે ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે એ ડિવિઝનમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં રહેતી યુવતી ને પરાગ રમેશભાઈ ચાવડા ( રહે આશિયાના સોસાયટી) નામના યુવકે લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરૂદ્ધ સપ્ટેમ્બર ૨૩ થી માર્ચ ૨૪ એમ છ માસના સમયગાળા દરમ્યાન અવારનવાર શરીર સંબંધ બાંધી લગ્નની ના પાડતા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે યુવક સામે બળાત્કાર અને એસ્ટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી વધુ તપાસ એસસી એસટી સેલ ડીવાયએસપી જે કે ઝાલા એ હાથ ધરી છે.
આ ઉપરાંત તો બળાત્કારની અન્ય ફરિયાદમાં એ ડિવિઝન વિસ્તારમાં રહેતી યુવતીને તરઘડી ગામના જીગર મહેશ પરમાર નામના યુવકે લગ્નની લાલચ આપી ફેબ્રુઆરીથી માર્ચ દોઢ માસના સમયગાળા દરમ્યાન મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા અંગેના બનાવમાં પોલીસે યુવક સામે બળાત્કાર અને એસ્ટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી વધુ તપાસ એસસી એસટી સેલ ડીવાયએસપી જે કે ઝાલાએ હાથ ધરી છે.
બિલખા પંથકમાં દુષ્કર્મ આચરવા અંગે નોંધાઈ વધુ એક ફરિયાદ
બિલખા ગામના આજુબાજુના ગામની સીમમાં એક યુવતી ઉપર દુષ્કર્મ આચરવા અંગે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાયેલી છે. છ મહિના પહેલા કોઈપણ સમયે બનેલા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૭૬(૩), પ૦૬(ર), પોકસો એકટ કલમ ૪, ૬, ૮, ૧ર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ મહિલા યુનિટના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એલ.એન.પાંડોર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!