જૂનાગઢમાં વડાપ્રધાન વિષે અભદ્ર પોસ્ટ મુકનાર યુવક ૧ દિવસના રિમાન્ડ ઉપર

0

સોશ્યલ મિડીયામાં વાંધાજનક પોસ્ટ વાયરલ કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નુકસાન કરવાનો પ્રયત્ન કરનાર સામે કાર્યવાહી

જૂનાગઢમાં એક વોટસએપ ગ્રુપમાં વડાપ્રધાન વિશે અભદ્ર શબ્દોના પ્રયોગ અને કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ત્રણ પોસ્ટ મુકીને પછીથી ડીલીટ કરનાર એક યુવકની પોલીસે ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે. કોર્ટમાં રજુ કરતા તેના એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાલ ચૂંટણીને લઈને સોશ્યલ મિડીયા ઉપર વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં આઈ લવ જૂનાગઢ એટલે મારે હૈયે જૂનાગઢનું હિત નામના વોટસએપ ગ્રુપમાં એક યુવક દ્વારા પોસ્ટ મુકવામાં આવી હતી. જેમાં તેણે દેશના વડાપ્રધાન વિરૂધ્ધ બિભત્સ શબ્દોનો પ્રયોગ કરી કોઈ એક વર્ગના લોકોમાં વૈમનસ્ય પેદા થાય તેવી અપમાનજક પોસ્ટ તથા વોરા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ત્રણ પોસ્ટ મુકવામાં આવી હતી. બાદમાં યુવકે તે ત્રણેય પોસ્ટ ડીલીટ કરીને પુરાવાનો નાસ પણ કર્યો હતો. આ પોસ્ટ મુકતાની સાથે જ એક ખાનગી બાતમીદાર દ્વારા તેના સ્ક્રિન શોર્ટ લઈને પોલીસને જાણ કરતા જૂનાગઢ એસઓજી દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોસ્ટ મુકનાર યુવક અહીંના દાતાર રોડ ઉપર રહેતો હૈદર ઈકબાલ કુરેશી(ઉ.વ.૩૩) હોવાનું સામે આવ્યું હતું. તેને પોલીસ સ્ટેશન બોલાવીને તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો અને પુછપરછ કરવામાં આવી હતી તો તેણે તા.ર૩ એપ્રિલના રોજ બપોરે ૪ કલાકે અને અગાઉ ૧પથી ર૦ દિવસ અગાઉ પણ બે પોસ્ટ મુકી હતી. બાદમાં ડીલીટ કરી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે એસઓજીએ હૈદર ઈકબાલભાઈ કુરેશી સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૧પ૩ બી, પ૦પ(ર), પ૦૪, ર૦૧ અન્વયે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. આ તકે ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, હાલ આચાર સંહિતા અમલમાં હોય તેવા સંજાેગોમાં પોલીસની સોશ્યલ મિડીયાના તમામ પ્લેટફોર્મ ઉપર નજર છે. જેથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, કોઈપણ ધર્મ, જાતી, સમુદાયમાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ ના કરે અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!