પાણીની તરસ છીપાવવા આવેલા સિંહ પરિવારના અલૌકિક દ્રશ્યો જાેઈ પ્રવાસીઓ અભિભુત થયા
જૂનાગઢ શહેરના અતિ રમણીય અને ફરવા લાયક સ્થળ એવા વિલીંગ્ડન ડેમના કિનારે ગઈકાલે એક સિંહ પરિવાર જાેવા મળ્યો હતો અને જેને લઈને પ્રવાસીઓ અભિભુત થયા હતા. ખાસ કરીને આ સિંહ પરિવારમાં બે બાળસિંહો તેની માતા એટલે કે સિંહણ સાથેના માતૃપ્રેમ દર્શાવતા હોય જે જાેઈને પ્રવાસીઓ આનંદીત બન્યા હતા. હાલ ઉનાળાની ગરમીમાં પાણીના સ્ત્રોતની શોધમાં અને પાણી પીવા માટે વિલીંગ્ડ ડેમ પાસે આ સિંહ પરિવાર આવી ચડયો હતો. વિલીંગ્ડન ડેમના કિનારે ઠંડક જાેઈ અને બાળસિંહ તેની માતા સાથે ગમત કરતા હતા. આ દ્રશ્ય અહીં આવનારા પ્રવાસીઓએ નિહાળી અને આનંદીત બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિલીંગ્ડ ડેમ તેમજ ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં અવાર-નવાર વન્યપ્રાણીઓ આવી ચડતા હોય છે. ખાસ કરીને સિંહ પરિવાર દેખા દેતો હોય છે ત્યારે વનરાજને વિહરતા જાેવા તે અનન્ય લ્હાવો છે અને ઘણા પ્રવાસી જનતા તેમજ લોકોને આ સિંહ દર્શનનો લાભ મળતો હોય છે.