વિસાવદર પ્રાંત અધિકારીની ઓફિસ આગળના સ્પીડ બ્રેકર એટલે અકસ્માતને આમંત્રણ

0

વિસાવદરથી જૂનાગઢ જતા રાજ્ય મુખ્ય માર્ગ ઉપર તાલુકાની સૌથી જવાબદાર કાર્યાલય પાસે આવેલા મસમોટા સ્પીડ બ્રેકર એ વારંવાર અકસ્માત સર્જે એવી રીતે બનાવવામાં આવ્યા છે. આ સ્પીડ બ્રેકરો ઉપર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે અને શું આ સ્પીડ બ્રેકરો સરકારી અધિકારીઓને ધ્યાનમાં નથી આવતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આ સ્પીડ બ્રેકરો કયા ધારા ધોરણ મુજબ બનાવ્યા છે તે ચર્ચામાં છે. આ રોડ ઉપર પસાર થતા દરેક લોકો માટે માથાના દુઃખાવા સમાન છે અને જાે આ ગતિ અવરોધક રાખવાની આવશ્યકતા જ હોય તો જવાબદાર માર્ગ વિભાગે સૂચક બોર્ડ લગાડવું જાેઈએ અથવા પ્રાંત ઓફીસે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જાેઈએ કેમ કે તેમના વાતાનુકૂલિત ગાડીઓમાં ફરતા અધિકારીઓ પણ આ સ્પીડ બ્રેકર ઉપરથી વારંવાર પસાર થતા હોય છે. આ માટે પ્રાંત અધિકારી તથા સંલગ્ન વિભાગને જાગૃત નાગરિક પત્રકાર મુકેશ રીબડીયા આ સમાચાર માધ્યમથી સૂચિત કરે છે કે તાત્કાલીક ધોરણે આ મનઘડત સ્પીડ બ્રેકરો હટાવી અને લોકોને હેરાનગતિ થતી અટકાવો નહિતર આગળની કાર્યવાહી માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. સાઈન બોર્ડ વગરના આ સ્પીડ બ્રેકરોને કારણે કોઈ અકસ્માત થશે તો જવાબદાર વિભાગ અને અધિકારીઓની સામે કોર્ટ મેટર કરવામાં આવશે.

error: Content is protected !!