રાષ્ટ્રીય વિકાસ માટે નવીનીકરણનું અનુંકરણ કરી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીના સંરક્ષણ માટેની એક સહાયક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા મારવાડી યુનિવર્સિટીએ વર્લ્ડ આઇપી ડેના રોજ ૧૦૦ પેટેન્ટ ફાઇલ કરી નવું નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું : ધ્રુવ મારવાડી

0

નવીનીકરણ અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીના સંરક્ષણ માટેની સહાયક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા ૧૦૦ પેટેન્ટ્‌સ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ વર્લ્ડ આઇપી ડે ૨૦૨૪નીઉજવણી કરી ભારતના ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સંશોધન અને નવીનીકરણમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા મારવાડી યુનિવર્સિટી પેટેન્ટ્‌સ મેળવવા અને સામાજિક પ્રભાવ પાડવા વર્લ્ડ આઇપી ડેની ઉજવણી જેવી પહેલ મારફતે અમારો ઉદ્દેશ્ય ઇનોવેટર્સની એક નવી પેઢીને પ્રેરિત કરવાનો છે જેઓ આપણાં સમાજમાં એક હકારાત્મક પરિવર્તન લાવી શકે.’ તેમ મારવાડી યુનિવર્સિટી ખાતે વર્લ્ડ આઇપી ડેની ઉજવણીએ યોજાયેલ પત્રકાર પરિષદમાં મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી શ્રી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવેલ કે, છેલ્લાં બે વર્ષમાં યુનિવર્સિટીના સ્ેંૈંૈંઇ સેન્ટરે ૨૧૦થી વધારે આઇપીઆર ફાઇલ કર્યા છે, જેમાં આઇપી ઓફિસ તરફથી ગ્રાન્ટ મેળવવામાં સફળતાનો દર ૭૫% જેટલો ખૂબ જ સારો રહ્યો છે. યુનિવર્સિટીની આ પહેલ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઇન્ડસ્ટ્રી પાર્ટનરોમાં ઇનોવેશન અને આંત્રપ્રેન્યોરશિપના કલ્ચરને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતાને દર્શાવે છે. મારવાડી યુનિવર્સિટી ઉદ્યોગો, સંગઠનો, સંસ્થાઓ અને એસોસિયેશનોને આઇપીઆરને ફાઇલ કરવાની તથા દેશના વિકાસમાં યોગદાન આપવાની પ્રક્રિયાને વેગ આપવા માટે સહયોગ સાધવા આમંત્રિત કરે છે. યુનિવર્સિટી ઇનોવેટર્સને તેનો સપોર્ટ પૂરો પાડવા તથા તેના સ્ેંૈંૈંઇ સેન્ટર મારફતે પેટેન્ટ ફાઇલ કરવા અંગે માર્ગદર્શન ઇચ્છતા કોઈ પણ વ્યક્તિને સહાયરૂપ થવા માટે અડગ છે. મારવાડી યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ રીસર્ચ(સ્ેંૈંૈંઇ) મારફતે ભારતના ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરીને વર્લ્ડ આઇપી ડે ૨૦૨૪ની ઉજવણી કરી હતી. આ દિવસની ઉજવણી કરવા માટે ૧૦૦ પેટેન્ટ્‌સ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાનું પાલન કર્યું છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે દર વર્ષે ૨૬ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. પેટેન્ટ્‌સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક્‌સ અને ડીઝાઇન્સ અંગે તથા તે લોકોના રોજબરોજના જીવન ઉપર કેવી રીતે પ્રભાવ પાડે છે તેના અંગે જાગૃતિ પેદા કરવા માટે તથા સર્જનાત્મકતા અને સમગ્ર વિશ્વના સર્જકો અને ઇનોવેટર્સ દ્વારા આપવામાં આવેલા યોગદાનોને સન્માનિત કરવા માટે વર્ષ ૨૦૦૦માં વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન(ઉૈંર્ઁં) દ્વારા આ ઇવેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ઉૈંર્ઁંના સ્ટેટિસ્ટિક્સ મુજબ વર્ષ ૨૦૨૨માં સમગ્ર વિશ્વમાં ૩૪.૫૭ લાખ પેટેન્ટ્‌સ ફાઇલ કરવામાં આવી હતી. ઇન્ડિયા પેટેન્ટ ઓફિસ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં લગભગ ૮૦,૨૧૧ પેટેન્ટ્‌સ ફાઇલ કરવામાં આવી હતી. તે ભારતમાં નવીનીકરણો અને આઇડીયાને માન્યતા આપવાની અને તેને પેટેન્ટ કરાવવાની તાત્કાલિક જરૂરિયાત ઉપર પ્રકાશ પાડે છે. શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં નવીનીકરણને પોષવા અને પ્રોત્સાહન આપવા માટે ૈંઁઇ પ્રોટેક્શનના મહત્ત્વને માન્યતા આપવા માટે મારવાડી યુનિવર્સિટીએ કેટલાક સક્રિય પગલાં લીધાં છે, જેથી કરીને આ ઇવેન્ટ મારફતે પેટેન્ટ્‌સના ફાઇલિંગ અને મંજૂરી આપવાની પ્રક્રિયા અંગે જાગૃતિ ફેલાવી શકાય તથા તેને સુવિધાજનક બનાવી શકાય. વર્લ્ડ આઇપી ડે ૨૦૨૪ના રોજ ૧૦૦ પેટેન્ટ્‌સ ફાઇલ કરાવવી એ ફક્ત એક પ્રતીકાત્મક કાર્ય નહોતું પરંતુ તે તો યુનાઇટેડ નેશન્સ દ્વારા સ્થાપવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)ને અનુરૂપ રહીને નવીનીકરણને આગળ વધારવાની મારવાડી યુનિવર્સિટીની કટિબદ્ધતાનું મૂર્ત પ્રદર્શન હતું. આ પેટેન્ટ્‌સ હેલ્થકેર, સેનિટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઇમેટ એક્શન સહિતના વિવિધ ક્ષેત્રોના ગંભીર પડકારોને ઉકેલવા માટેના ઉપાયોની વૈવિધ્યપૂર્ણ શ્રેણી પૂરી પાડે છે. આવા કેટલાક નોંધપાત્ર નવીનીકરણોમાં આયુર્વેદના સિદ્ધાંતોનું પાલન કરનારી અને ઇમેજ પ્રોસેસિંગ ઉપર આધારિત ડીસીઝ ડીટેક્શન સિસ્ટમ, મૂત્રમાર્ગના ચેપની સારવાર કરવા માટે અને વાયુ પ્રદૂષણને દૂર કરવા માટે કૃષિ અવશેષોનો ઉપયોગ કરનારૂ પોર્ટેબલ યુરિનેશન ડીવાઇઝ તથા દર્દીની સારવાર કરતી વખતે નિયંત્રિત વાતાવરણને જાળવી રાખવા માટેના હોસ્પિટલ બેડ શીલ્ડનો સમાવેશ થાય છે. વધુમાં મારવાડી યુનિવર્સિટીએ સ્ટ્રોક રીહેબિલિટેશન માટે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેટર, પાણીના શુદ્ધિકરણ માટે નેનો-સેલ્યુલોઝ ફાઇબર્સ અને ખેતીની ઊપજમાં નોંધપાત્ર વધારો કરવા માટે સ્માર્ટ એગ્રીકલ્ચર સિસ્ટમ જેવી ક્રાંતિકારી ટેકનોલોજીઓ પણ વિકસાવી છે. રસપ્રદ વાત તો એ છે કે, કેટલાક ઔદ્યોગિક ક્ષેત્રોમાં સંકળાયેલા વિદ્યાર્થીઓના માતા-પિતા પણ પ્રોબલેમ સ્ટેમેન્ટની સાથે મદદરૂપ થવા માટે આગળ આવ્યાં હતાં, જે સમસ્યાઓનું વિદ્યાર્થીઓએ તેમના નવીનીકરણો મારફતે ઉકેલ શોધી કાઢ્યો હતો. મારવાડી યુનિવર્સિટીએ આ નવીન ઉકેલો અને આઇપીઆરને રસ ધરાવતા ઉદ્યોગો, સંસ્થાઓ તેમજ સમાજને ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરી છે. આઇપીઆરના સ્વરૂપમાં રહેલી આ પ્રકારની કેટલીક ટેકનોલોજીઓને રસ ધરાવતા ઉદ્યોગોને તેમજ સંસ્થાઓને પણ ટ્રાન્સફર કરવામાં આવી છે, જેના પરિણામે ઇનોવેટર્સને આવક પણ મળવા લાગી છે. યુનિવર્સિટીએ રાજ્ય સરકારના સ્ટુડેન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ (એસએસઆઇપી)ની સાથે ભેગા મળીને પેટેન્ટ્‌સને ફાઇલ કરવા માટે રૂા.૧૮ લાખ ખર્ચ્યા હતા. મોટાભાગના પેટેન્ટ્‌સ ફેકલ્ટી ઓફ એન્જિનીયરિંગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. વધુ માહિતી માટે કૃપા કરીને ૬૩૫૯૭૦૧૯૦૨ ઉપર હર્ષલ મિસ્ત્રીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!