હાલ ગરમીનો પારો ખૂબ તપી રહ્યો છે અને થોડા દિવસો પહેલા પણ આકરા તાપની પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી. જેના અનુસંધાને મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી શ્રી કિશોરભાઈ ચોટલિયા એ શાળામાં અભ્યાસ કરતાં બાળકો આવા તડકા, લૂ અને તાપ અર્થાત્ હિટ વેવ થી કેમ બચી શકે એ બાબતે જૂનાગઢ જિલ્લા પંચાયતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતાં તેઓએ સરકાર તરફથી સૂચના આવ્યે તુરંત અમલવારી કરાવવા તથા રજૂઆત યોગ્ય જગ્યાએ પહોંચાડતા સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાનો સમય સવારે ૭ થી ૧૧ કલાકનો કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં આ પરિપત્રને અમલવારી થાય તે માટે જિલ્લાની શાળાઓને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવતા ભલે શાળાઓમાં પરીક્ષા પૂર્ણતાને આરે હોય છતાં વિદ્યાર્થીઓ તથા શિક્ષક ગણને ચોક્કસ રાહત મળશે. તેમજ ઉનાળા દરમ્યાન કોઈ ઓપન એર વર્ગો ચાલુ ના રહે આ બાબતે જિલ્લાના તમામ તાલુકાઓને ખાસ કાળજી રાખવા જણાવેલ છે. બાળકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી સરાહનીય ર્નિણય લેવા બદલ જૂનાગઢ મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલિયા આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ બાબતની સરાહનિય કામગીરીને બિરદાવી હતી.