જૂનાગઢ જીઆઈડીસી-ર નજીકથી જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

0

જૂનાગઢના દોલતપરા જીઆઈડીસી-ર વિસ્તારમાં આવેલા એક કારખાના સામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલી વિગત અનુસાર, એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લખમણભાઈ ભાયાભાઈએ જાતે ફરિયાદી બની અને નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, દોલતપરા જીઆઈડીસી-રમાં એક કારખાના સામે જાહેરમાં જુગાર રમતા અશોકભાઈ નાથાભાઈ ચૌહાણ, સંદિપકુમાર દેશરામભાઈ ગૌતમ, ગુડુભાઈ જલકુભાઈ રામ વિગેરેને કુલ રૂા.૩ર૪૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧ર મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!