જૂનાગઢ : છેલ્લા ૧ વર્ષથી દારૂના કેસમાં નાસતા ફરતા યુવાનને ઝડપી લેતી પોલીસ

0

છેલ્લા ૧ વર્ષથી દારૂના કેસમાં નાસતા ફરતા ચમારડીના યુવાનને પોલીસે વાડલા ફાટકેથી ઝડપી પાડ્યો હતો. નાસતા ફરતા આરોપીઓની અટક કરવા સૂચના જારી થતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન વંથલી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતો ફરતો મૂળ માંગરોળનો અને હાલ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતો વિજય કિશોરભાઈ સોલંકી(ઉ.વ.૨૮) નામનો યુવાન વંથલી નજીકના વાડલા ફાટક પાસે ઉભો હોવાની માહિતી મળતા એલસીબીની ટીમે ધસી જઈને આ શખ્સને દબોચી લઈ વંથલી પોલીસને સોંપી આપ્યો હતો. આ યુવક સામે માંગરોળ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં દારૂનો કેસ તેમજ વર્ષ ૨૦૦૨૩માં મારામારી ઉપરાંત દારૂના બે કેસ નોંધાયા હતા. આમ ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી ઝડપાઈ જતા પોલીસે રાહત અનુભવી હતી. વધુમાં પકડાયેલા શખ્સ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

error: Content is protected !!