લોકશાહીના પર્વને આવકારવાની સાથે જૂનાગઢ જીલ્લામાં મતદારોનો એક જ અવાજ અમે કરશું મતદાન

0

જૂનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અભિયાનને મળી રહેલો પ્રતિસાદ : મતદાન જાગૃતિના ફંડાથી લઈ જૂનાગઢ ગુંજી ઉઠયું

આજે જૂનાગઢ શહેર તથા જીલ્લામાં એક અલગ માહોલ ઉભો થયો છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને મતદાર જાગૃતિ માટેના નિતનવા ફંડા તેમજ અમે અવશ્ય મતદાન કરશું તે માટેના શપથ ગ્રહણથી જીલ્લો ગાજી રહ્યો છે. જૂનાગઢ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ મતદારો લોકશાહીના પર્વને બમણા ઉત્સાહથી વધાવવા માટે આગળ આવે અને આગામી તા.૭ મેના રોજ લોકસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ બેઠકનું મતદાન યોજાનાર છે. ત્યારે જૂનાગઢ જીલ્લામાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટેના તંત્ર દ્વારા ધરખમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ લોકસભાની આગામી યોજાનારી ચૂંટણીમાં મતદારો પુરેપુરૂ મતદાન કરે તે માટેના ધરખમ પ્રયાસો જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજવામાં આવી રહ્યા છે અને તેને લોકોમાંથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ સાથે જ મતદાન જાગૃતિના ફંડાથી જૂનાગઢ જીલ્લો ગુંજી ઉઠયો છે. યુવાથી લઈ સતાયુ મતદારો પણ આગામી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરશે તેવા શપથ ગ્રહણ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન જાેરશોરથી યોજાઈ રહ્યું છે અને અનેકવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. દેશભરમાં લોકશાહીના પર્વને આવકારવા અને આ અવસરને બમણા ઉત્સાહથી વધાવવા સાથે લોકસભાની ચૂંટણીના વિવિધ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. દેશમાં આજે લોકસભાની ચૂંટણીનો જવર જાેવા મળે છે. રાજકીય પક્ષો ચૂંટણી સભાઓ અને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી તરફ વિશ્વની સૌથી મોટી લોકશાહી જયાં સ્થાપિત થયેલી છે તેવા ભારત દેશમાં લોકશાહીના આ પર્વને અનેરા ઉત્સાહથી લોકો વધાવે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. દરમ્યાન ગુજરાતની ર૬ લોકસભાની બેઠકમાંથી એક બેઠક બિનહરીફ થયા બાદ હવે રપ બેઠક માટે આગામી તા.૭ મેના રોજ મતદાન યોજાનાર છે તેમજ વિવિધ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થનાર છે ત્યારે ચૂંટણી પ્રચાર તંત્ર વેગીલુ બન્યું છે તો બીજી તરફ વહિવટી તંત્ર લોકશાહીના આ પર્વને લોકો ઉમળકાથી વધાવી અને અવશ્ય મતદાન કરે તે માટેના પ્રયાસો જાેરશોરથી ચાલી રહ્યા છે. જૂનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિનું અભિયાન જાેરશોરથી ચાલી રહ્યું છે. છેવાડાના મતદાર સુધી પણ આ જાગૃતિ માટેના ફંડા પહોંચ્યા છે. એટલું જ નહી યુવા મતદારોથી લઈ સતાયુ મતદારો પણ મતદાન અવશ્ય કરે તે માટેના સંદેશાઓ તેમજ શપથ ગ્રહણ કરાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શારિરીક રીતે અશકત તેમજ દિવ્યાંગજનો, શ્રમયોગીઓ તેમજ તમામ પ્રકારના મતદારો મતદાન કરે તે માટેના પ્રયાસો જાેરશોરથી હાથ ધરવામાં આવ્યા છે. જીલ્લા વહિવટી તંત્રની સાથે સામાજીક સંસ્થાઓ, સેવાકીય મંડળો, વિવિધ એસોસિએશનો પણ જાેડાયા છે અને બસ એક જ ઝુંબેશ હાલ ચાલી રહી છે. લોકશાહીના પર્વ એવા ચૂંટણી મહોત્સવને ઉત્સાહપુર્વક વધાવવા અને બંધારણમાં જે મતદાન માટેનો હક્ક આપવામાં આવેલ છે તે દરેક મતદાર પોતાના મતનો ઉપયોગ કરી શકે અને પસંદગીના ઉમેદવારને મતદાન અવશ્ય આપી શકે તે માટે અનેક વિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ ડિસ્કાઉન્ટ પણ જાહેર કરવામાં આવેલ છે. તેમજ ફરવા લાયક સ્થળો, જાહેર સ્થળો કે રોજીંદા કામકાજ માટેની કાર્યવાહીમાં પણ મતદાન અવશ્ય કરવું તેના સંદેશા પણ અપાયા છે. આગામી તા.૭ મેના રોજ જૂનાગઢ શહેર અને જીલ્લામાં ૧૦૦એ ૧૦૦ ટકા મતદાન થાય તે માટેની ઝુંબેશને જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન જાેરશોરથી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!