જૂનાગઢ મયારામ દાસજી આશ્રમ ખાતે ચંદ્રકાલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

0

દાતા ચંદ્રિકાબેન નાનજીભાઈ જાેશી-રાજકોટ તરફથી રૂા.૧૧,૧૧,૧૧૧નું મંદિરના નવ નિર્માણ પેટે અનુદાન મળ્યું

જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલ અતિપૌરાણીક જગ્યા જે ૧૦૦ વર્ષ જૂની ગણાય છે. તે મયારામ દાસજી આશ્રમ જેમાં અનાથ બાળકો અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો વિદ્યાર્થી તરીકે અહીં રહે છે. આ સંસ્થામાં આજરોજ તા.૨૬-૪-૨૪ના દાતા ચંદ્રિકાબેન નાનજીભાઈ જાેશી – રાજકોટ હસ્તે ભરતભાઈ લાખાણી દ્વારા ચંદ્રકાલેશ્વર મંદિરના નિર્માણ માટે રૂા.૧૧,૧૧,૧૧૧નું અનુદાન મળતા આ મંદિરનું ભવ્ય રીતે બાંધકામ પૂર્ણ થતા ભગવાન ભોળાનાથની લિંગમાં વેદોક્ત મંત્રોચ્ચાર કરી પ્રાણપૂરી અને દિવ્ય તેજાેમય રૂપમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ મંદિર પૂર્ણ થતા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને રૂદ્રાભિષેક, લુદરી, દર્શન તેમજ સારામાઠા પ્રસંગોએ પુજા વિધી, હવન – યજ્ઞ અને ધાર્મિક કામો માટે લોકોને ઉપયોગી બને તેવા ઉમદા હેતુથી આ મંદિરનું નિર્માણ સત્યમ સેવા યુવક મંડળના સહકાર અને માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. ચંદ્રકાલેશ્વર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય શાસ્ત્રીજી તરીકે આચાર્ય પદે રવિભાઈ દવે બિરાજમાન હતા. જેમાં મયારામ દાસજી આશ્રમના ટ્રસ્ટીઓ રામનારાયણ બાપુ, મગનભાઈ બોરીચાંગર, મનસુખભાઈ વાજા, હરશુખભાઈ ત્રિવેદી, વિજયભાઈ કિકાણી, ગૃહપતિ ભુપતભાઈ તથા આશ્રમના વિદ્યાર્થીઓ ઉપરાંત શ્રી ગાયત્રી મંદિરના મેને. ટ્રસ્ટી નાગભાઈ વાળા, અજીતભાઈ ગોધવાણી, પુષ્પાબેન પરમાર, સુશીલાબેન શાહ, વર્ષાબેન બોરીચાંગર અને રમાબેન બેસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગને સફળ બનાવવા માટે મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાેશી, ચંપકભાઈ જેઠવા, મુકેશગીરી મેઘનાથી, કે.કે. ગોસાઈ, મનહરસિંહ ઝાલા, રણછોડભાઈ ગોડફાડ, મનોજભાઈ સાવલિયા અને કમલેશભાઈ ટાંક દ્વારા જહેમત ઉઠાવી આ પ્રસંગને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!