જૂનાગઢમાં મોબાઈલ ફ્લેશલાઇટ ચાલુ રાખી અચૂક મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થતા મતદારો

0

જૂનાગઢમાં બાયપાસ રોડ પર આવેલ ડી માર્ટ મોલ ખાતે મોબાઈલ ફ્લેશલાઇટ ચાલુ રાખી તા.૭મી મે એ અચૂક મતદાન કરવા માટે લોકો સંકલ્પ બદ્ધ થયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અર્થે જિલ્લાભરમાં રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં મતદારો સહભાગી બની અચૂક  અવશ્ય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા કરી રહ્યા છે. જૂનાગઢના ડી માર્ટ મોલ ખાતે પણ એક મતદાન જાગૃતિ અર્થે આગવો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ખરીદી કરવા આવતા લોકો પણ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. અહીં લોકોએ મોબાઈલ ફ્લેશ લાઇટ ચાલુ રાખી લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરવાની સાથે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સંકલ્પ લીધો હતો. ઉપરાંત લોકોને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિરલ જોશી અને મહાનગરપાલિકાની ટીમે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!