જૂનાગઢમાં દોમડીયા વાડી ખાતે રવિવારે સવારે ૧૦થી ર દરમ્યાન વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જાણીતી એચસીજી હોસ્પિટલ રાજકોટ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સંસ્કૃતિ સમાજ, દોમડીયા વાડી જૂનાગઢ તથા મહાસાગર ટ્રાવેલ લિમિટેડ જૂનાગઢ અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર જૂનાગઢ દ્વારા આ વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાંત અને અનુભવી ડો. પાર્થ લાલચેતા(એમએસ, એમસીએચ ન્યુરોસર્જન, મગજ અને કરોડરજ્જુના તમામ રોગોના નિષ્ણાંત), ડો. મોનીલ પરસાણા એમસીએચ હેડ એન્ડ નેક ઓન્કો સર્જન, ડો. પાર્થ હિંગોલ એમબીબીએસ, એમએસ (ઈએનટી)(કાન, નાક અને ગળાના તમામ રોગોના નિષ્ણાંત, ડો. તપન પારેખ ડીએમ(ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોન્સના રોગોના નિષ્ણાંત), ડો. દિશીત વઘાસીયા એમએસ(ઓર્થોપેડીક)(ઘુંટણ તથા થાપાના સાંધાના તમામ રોગોના નિષ્ણાંત) સેવા આપી હતી. ગઈકાલે યોજાયેલા વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પમાં ૩૦૦થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.