છેલ્લા બે દિવસથી ભારે પવન ફુંકાવાના કારણે ગિરનાર રોપવે સેવા બંધ રાખવામાં આવી છે અને આજે ત્રીજા દિવસે પણ સાનુકુળ વાતાવરણ ન હોવાના કારણે રોપવે સેવા આજે પણ બંધ રહી છે તેમ જાણવા મળે છે. જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીના દર્શન માટે દેશભરમાંથી લાખો ભાવિકો દર વર્ષે દર્શનાર્થે આવે છે અને ગિરનાર ઉપર રોપવે કાર્યરત થયા બાદ યાત્રિકોની સંખ્યામાં ભારે વધારો થયો છે અને દરરોજ હજારો ભાવિકો રોપવે મારફત અંબાજી માતાજીનો દર્શનનો લાભ લે છે. દરમ્યાન ભારે પવન ફુંકાવવાના કારણે સલામતીની દ્રષ્ટીએ આજે ત્રીજા દિવસે પણ રોપવે સેવા બંધ રાખવામાં આવી છે અને સાનુકુળ પવન થાય ત્યારે ફરી રોપવે સેવા કાર્યરત થશે.