જૂનાગઢ સહિત સોરઠવાસીઓને એક અઠવાડીયું સખ્ત ગરમીનો સામનો કરવો પડશે

0

જૂનાગઢ શહેર સહિત સોરઠવાસીઓને એક અઠવાડીયું સખ્ત ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ઉનાળાના આ દિવસોમાં ચૈત્ર માસના દનૈયાનો પ્રારંભ થયો છે અને છેલ્લા ૧પ દિવસથી ગરમીનું પ્રમાણ વધી જવાના કારણે બપોરના સમયે બજારોમાં સુમસામ જેવું વાતાવરણ સર્જાઈ છે. દરમ્યાન સતત પાંચમાં દિવસે ગઈકાલે તાપમાનનો પાર ૪૧.૪ ડિગ્રીએ પહોંચી જતા જૂનાગઢ શહેર અને સોરઠ વિસ્તારમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું અને લોકો અકળાયા હતા. ગઈકાલે તાપમાનનો પાર ૪૧.૪એ પહોંચી ગયો હતો અને સવારની માફક બપોરે પણ ભેજનું પ્રમાણ ઘટી ૧૭ ટકા થઈ જતા તાપમાનની અસર બેવડાઈ હતી. આ ઉપરાંત આકાશમાંથી ર.૪ કિલોમીટરની ઝડપે ગરમ પવન અને બળબળતી લુ ફેંકાઈ હતી. ગઈકાલે રાત્રીના પણ અસહ્ય ગરમી અને ઉકળાટનો અનુભવ લોકોને થયો હતો. આજે સવારથી જ ફરી પાછું ગરમીનું આવરણ સતત રહ્યું હતું અને તાપમાનનો પારો વધી રહ્યો છે. કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના ધિમંત વઘાસીયાએ અગાઉ પણ આગાહી કરી હતી કે, એપ્રિલના છેલ્લા અઠવાડીયામાં જૂનાગઢ અને સોરઠમાં હિટવેવ જેવી સ્થિતિનું નિર્માણ થશે અને મુજબ તાપમાન રહેવા પામ્યું છે અને તેઓના જણાવ્યા અનુસાર જૂનાગઢ સહિત સોરઠવાસીઓને હજુ પણ એક અઠવાડીયું સખ્ત ગરમીનો સામનો એટલે કે હિટવેવ જેવી સ્થિતિમાં રહેવું પડશે.

error: Content is protected !!