ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા આજે ચોથા દિવસે પણ બંધ રહી

0

ગરવા ગિરનાર ખાતે બિરાજમાન જગતજનની અંબાજી માતાજીના દર્શન માટે ભાવિકોનો પ્રવાહ સતત આવી રહ્યો હોય અને ખાસ કરીને રોપવે સેવા જયારથી કાર્યરત થઈ છે ત્યારથી આ પ્રવાહમાં વધારો થયો છે અને લોકો રોપવેની સફરનો આનંદ પણ માણી રહ્યા છે. દરમ્યાન છેલ્લા ત્રણ દિવસથી ભારે પવનના કારણે રોપવે સેવા બંધ રહી છે અને આજે ચોથા દિવસે પણ ભારે પવનના કારણે રોપવે સેવા બંધ છે અને સાનુકુળ પવન થશે ત્યારે રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

error: Content is protected !!