પતિ સાથે ઝઘડો થતાં મીતડીની મહિલાનું ઝેરી દવા પી લેતા મૃત્યું

0

પતિ સાથે ઝઘડો થતાં મીતડીની મહિલાનું ઝેરી દવા પી લેતા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર માણાવદર તાલુકાના મીતડી ગામે પતિ સાથે રહેતા બાલીબેન(ઉ.વ.૩૫) નામની મહિલાએ ૧૭ વર્ષ અગાઉ પતિ રમેશભાઈ સામાભાઈ સોલંકી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ બાલીબેનને તેના પિયર સાથે આવરોજાવરો ન હતો. જેથી માવતર સાથે સમાધાન કરવા મુદ્દે તેણીને તેના પતિ રમેશ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. તેનું લાગી આવતા મહિલાએ શનિવારની મોડી રાત્રે પોતાના ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી લઈને મોતની સોડ તણી લીધી હતી. મહિલાના આત્મઘાતી પગલાંથી તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આ અંગેની જાણ મૃતક પરિણીતાના સાસુ પુરીબેન સામાભાઈએ કરતા માણાવદર પોલીસે દોડી જઈને મહિલાના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ પીએસઆઇ સી. વાય. બારોટ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!