પ્રેમલગ્ન મુદ્દે વંથલી તાલુકાના ધંધુસરના યુવકના પિતાનું બોલેરોમાં કર્યું અપહરણ

0

વંથલી તાલુકાના ધંધુસર ગામના યુવાનના પ્રેમ લગ્નના મુદ્દે તેના પિતાનું ઝપાઝપી કરી યુવતીના કાકા સહિત પાંચ શખ્સ નવા બાયપાસ બ્રીજ નીચેથી બોલેરોમાં અપહરણ કરી જતાં ચકચાર મચી ગઈ છે. વંથલી તાલુકાના ધંધુસર ગામે પરિવાર સાથે રહેતા સોનાબેન ઉર્ફે સતીબેન ભુપતભાઈ કડછાએ તેમના પતિ ભુપતભાઈ કરશનભાઈના અપહરણ અંગે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે, મહિલાના મોટા પુત્ર રવિએ ગત તા.૨૬ એપ્રિલના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરી ગામના મયુભાઈ ભમરની દીકરી ભાવિશા સાથે પ્રેમ લગ્ન કર્યા હોય તા.૨ મે ગુરૂવારની રાત્રે ૧૦-૩૦નાં અરસામાં મહિલા પોતાના ઘરે પતિ સહિતનાં પરિવાર સાથે હતા ત્યારે તેમના ઘરે તેના સમાજની બે વ્યક્તિ વગેરે સાથે યુવતીના કાકા રામભાઈ ભમર અને લાખાભાઈ ભમર આવ્યા હતા અને પ્રથમ સમાધાનની વાત કરી હતી બાદમાં આ પ્રેમ લગ્ન અમને મંજૂર નથી તેમ કહી ભાવિશા અને રવિને બોલાવી દો નહીં આવે તો બધાને ઉપાડી જાશું એવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ પછી ભુપતભાઈ ૫ એપ્રિલના રોજ સવારે ૧૦ વાગ્યે રિક્ષામાં દૂધ ભરીને જૂનાગઢ ગયા હતા ત્યારે નવા બાયપાસ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચે ધંધુસર જવાના રોડ ઉપર રીક્ષા ઉભી રખાવી તેની સાથે ઝપાઝપી કરી ૩ અજાણ્યા શખ્સ ભુપતભાઈનું બોલેરોમાં અપહરણ કરી ગયા હોવાની મહિલાની ફરિયાદ લઇ પોલીસે રામભાઈ ભમર, લાખાભાઈ ભમર અને સફેદ કલરની બોલેરોમાં આવેલ ૩ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ અપહરણ કેસના તપાસનીશ વંથલીના પીએસઆઇ વાય.બી. રાણાએ ભુપતભાઈ કડછાની ભાળ મેળવવા અને આરોપીઓની ધરપકડ માટે પોલીસની ૩ ટીમ કામે લાગી હોવાનું જણાવ્યું હતું. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસની ૨ ટીમ દ્વારા જુદી જુદી દિશા અને જુદા જુદા એન્ગલથી તપાસ હાથ ધરી એડી ચોટીનું જાેર લગાવવામાં આવ્યું છે.

error: Content is protected !!