પ્રત્યેક રૂા.૧૦ની ફેસ વેલ્યુના (ઇક્વિટી શેર) ઇક્વિટી શેર દીઠ રૂા.૩૦૦થી રૂા.૩૧૫નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે : બિડ/ઓફર બુધવાર, ૮ મે, ૨૦૨૪ના રોજ ખૂલશે અને શુક્રવાર, ૧૦ મે, ૨૦૨૪ના રોજ બંધ થશે : એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, ૭ મે, ૨૦૨૪ રહેશે
આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (“કંપની”) બુધવાર, ૮ મે, ૨૦૨૪ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે (“ઓફર”). આઈપીઓમાં રૂા.૧૦,૦૦૦ મિલિયન (“ફ્રેશ ઇશ્યૂ”)ના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને બીસીપી ટોપ્કો ૭ પીટીઈ લિમિટેડ (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા રૂા.૨૦,૦૦૦ મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના જેટલી સંખ્યા સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“ઓફર ફોર સેલ” અને ફ્રેશ ઇશ્યૂની સાથે મળીને, “ઓફર”). કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો ઉપયોગ (૧) ઓનવર્ડ લેન્ડિંગ માટે ભાવિ મૂડી જરૂરિયાતોને પહોચી વળવા માટે તથા (૨) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે. ઇક્વિટી શેર્સ બેંગ્લોર ખાતે કર્ણાટકની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“આરઓસી”)માં ફાઇલ કરેલા ૩૦ એપ્રિલ, ૨૦૨૪ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે. આરએચપી દ્વારા ઇશ્યૂ કરાયેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“એનએસઈ”) (બીએસઈની સાથે મળીને એનએસઈ, “સ્ટોક એક્સચેન્જીસ”) જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ એનએસઈ રહેશે. બ્લેકસ્ટોનના પ્રાઇવેટ ઇક્વિટી એશિયાના હેડ અમિત દિક્ષીતે જણાવ્યું હતું કે “આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ માટે આ લિસ્ટિંગ નોંધપાત્ર સીમાચિહ્ન છે અને તેનું પરિવર્તન અમે જે કંઈ શ્રેષ્ઠ કરીએ છીએ તેનું ઉદાહરણ છેઃ એવા બિઝનેસીસ ઊભા કરવા જે ભારતનું નિર્માણ કરે. અમે બિઝનેસ વધારવા માટે અમારા સ્કેલ, નેટવર્ક અને શ્રેષ્ઠ ગ્લોબલ પ્રેક્ટિસીસ લાવ્યા છીએ અને કંપનીને તેની પ્રોસેસીઝ ડિજિટાઇઝ કરવા માટે સશક્ત બનાવી છે, ઓરિજિનેશનથી કલેક્શન સુધી. આ ખૂબ જ અદ્ભુત ભાગીદારી રહી છે અને આજે બિઝનેસ જ્યાં પહોંચ્યો છે તેનાથી અમે ગર્વ અનુભવીએ છીએ.” બ્લેકસ્ટોન પ્રાઇવેટ ઇક્વિટીના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર મુકેશ મહેતાએ જણાવ્યું હતું કે“વંચિત ભારતીયોને પોતાનું ઘર ખરીદવા માટે સક્ષમ બનાવવા તથા કંપનીના પરિવર્તન તથા વૃદ્ધિમાં મહત્વનો ભાગ બનવામાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મિશનનો ભાગ બનવું સન્માનની વાત છે. અમારી પ્રાથમિકતા કંપનીની લીડરશિપ સાથે ઘનિષ્ઠપણે જાેડાઈને તથા કેપિટલ, રિસોર્સીસ માટે બ્લેકસ્ટોનની એક્સેસ તેમજ અમારી ટેક્નોલોજીકલ નિપુણતાનો ઉપયોગ કરીને નિર્માણ કરવાની છે.” આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિશી આનંદે જણાવ્યું હતું કે, “પોતાનું ઘર ખરીદવા માટે લોકોને તથા પરિવારોને સશક્ત બનાવવાની અમારી સફરમાં આ નોંધપાત્ર સીમાચિહ્ન છે. ઘર બનેગા, તો દેશ બનેગાના સાચા અર્થમાં અમે રાષ્ટ્રનિર્માણની જવાબદારી ઉઠાવીએ છીએ અને મજબૂત સમુદાયો માટેનો પાયો નાંખીએ છીએ.” આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે. આ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સ જેની વ્યાખ્યા કરવામાં આવી નથી તેનો મતલબ આરએચપીમાં જણાવ્યા મુજબનો થશે. ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન ૩૧ સાથે વાંચીનેએસસીઆરઆરના નિયમ ૧૯ (૨) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમ ૬(૧)ના અનુસંધાનમાં અને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરનો મહત્તમ ૫૦ ટકાહિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશનલ બાયર્સ (“ક્યુઆઈબી”, અને આવો હિસ્સો “ક્યુઆઈબી પોર્શન”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કર્યા બાદ સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી પોર્શનના ૬૦ ટકા સુધીનો ’હિસ્સો ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) જે પૈકી એક તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે એન્કર ઇન્વેસ્ટર અલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રીપ્શન ન થવા કે પછી ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય એટલે કે “નેટ ક્યુઆઈબી પોર્શન”). આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના ૫ ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર સિવાયના)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમત અથવા તેનાથી વધુની કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત, ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ઉપલબ્ધ એક તૃત્યાંશ હિસ્સો રૂા.૦.૨ મિલિયનથી વધુ અને રૂા.૧ મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે આરક્ષિત રહેશે (બી) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ઉપલબ્ધ બે તૃત્યાંશ હિસ્સો રૂા.૧ મિલિયન કરતા વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રહેશે, એ શરતે કે આ બંને સબ-કેટેગરીમાંથી ગમે તેમાં સબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાઓને ફાળવવામાં આવી શકે છે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ઓફરનો લઘુતમ ૩૫ ટકા હિસ્સો સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“આરઆઈબી”)ને ફાળવવામાં આવશે જે ઓફર પ્રાઇઝના જેટલી અથવા તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ સંભવિત બિડર્સે તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો (યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ))ની વિગતો પૂરી પાડીને બ્લોક્ડ અમાઉન્ટ (છજીમ્છ) પ્રોસેસ દ્વારા સમર્થિત અરજીનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે જેનેઓફરમાં ભાગ લેવા માટે લાગુપાત્ર સ્પોન્સર બેંકો અથવા એસસીએસબી દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને છજીમ્છ પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.