૧૭૧ શ્રી મદ્દ ભાગવત કથામૃતમ નિઃશુલ્ક સેવા યજ્ઞ

0

સર્વ જ્ઞાતિય પિતૃતર્પણ ૧૭૧ યજમાનદ્વારા પાટલા નોંધાવી ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ, સત્યમ સેવા યુવક મંડળજૂનાગઢ, શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ શ્રીજી લોક સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રી મદ્દભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે. તે અંતર્ગતે તા.૪-૫-૨૦૨૪ના રોજ કૃષ્ણજન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો. જેમાં વાસુદેવનું પાત્ર સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખશ્રી મનસુખભાઇ વાજાએ નિભાવેલ હતું. તેમજ તા.૫-૫-૨૦૨૪ના રોજ મોરબીથી પધારેલ હરીહર અન્નક્ષેત્રના સ્થાપક સેવક એવા પૂજ્ય જમનાદાસ હિરાણી સમગ્ર પરિવાર સાથે ઉપસ્થિત રહેલા હતા. સપ્તાહ દરમ્યાન ભોજન પ્રસાદી માટે કાચો સીધો પૂજ્ય જમનાદાસ હિરાણી તરફથી આપવામાં આવેલ તેમજ તેઓએ ભક્તજનોને પોતાના કંઠથી જીવન ઉપયોગી ભજન ગાઈને મંત્ર મુગ્ધ કરેલ હતા. તેમજ વ્યાસ પીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી રવિભાઈ દવે દ્વારા ભજન અને ભોજનનું મહત્વ ભાગવત કથામાં રહેલું છે તે સુંદર દ્રષ્ટાંત આપી ભક્તજનોને કથાનું રસપાન કરાવેલ હતું. આ કથા દરમ્યાન અનેક સંસ્થાઓના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ જેમાં નાગભાઈ વાળા, મનસુખભાઇ વાજા, આશિષભાઈ રાવલ, અમુભાઈ પાનસુરીયા, રવીન્દ્રભાઈ વ્યાસ, જીતુભાઇ નેનુજી, શાંતાબેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશ પરમાર, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, પ્રવીણભાઈ જાેષી, રામધૂન મંડળના મહેન્દ્રભાઈ રાવલ, હરસુખભાઇ વઘાસીયા, બાલાભાઈ તન્ના, વર્ષાબેન બોરીચાંગર, કે.કે. ગોસાઈ, મનહરસિંહ ઝાલા, રણછોડભાઈ ગોડફાડ, ડાભી સાહેબ, કેતનભાઈ નાંઢા, વિગેરે લોકો એ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!