જૂનાગઢ જિલ્લામાં તારીખ ૫ મે ને રવિવારના રોજ નીટની પરીક્ષા એમ.પી. ભાલોડીયા સ્કૂલ, માતૃશ્રી એમ. જી. ભૂવા સ્કૂલ, નોબલ ગૃપ ઓફ ઇન્સ્ટીટ્યુટ અને કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ એમ કુલ ૪ પરીક્ષા કેન્દ્ર ઉપર યોજાઇ હતી. તમામ કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓને સઘન ચેંકીંગ બાદ એન્ટ્રી આપવામાં આવી હતી. નીટ- ૨૦૨૪નું પેપર કેવું નિકળ્યુ અને આગામી સમયમાં તે પેપરનુ કટઓફ કેટલું રહેશે તેના વિશે જૂનાગઢના કેમેસ્ટ્રીના શિક્ષક ડો. સુધીર નકુમે જણાવ્યુ કે, આ વર્ષે નીટનું પેપર ગત વર્ષની સરખામણી અઘરૂ રહ્યું હતું. જેમાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રીના પ્રશ્નો એકાંદરે અઘરા તેમજ પ્રશ્નોની વાંચવાની લંબાઇ વધારે રહી હતી. ઉપરાંત બીજા વિષયની વાત કરીએ તો બાયોલોજીમાં સરળ પ્રશ્નો રહ્યા હતા. પરંતુ અમુક પ્રશ્નો ટેક્સબુક બહારના નિકળતા વિદ્યાર્થીઓ મુંજાયા હતા. તેમજ આ વર્ષે નીટના પેપરમાં ફિઝીક્સના પ્રશ્નો અઘરા હોવાથી ૭૫ થી ૮૦ ટકા છાત્રોને પ્રશ્નો રહી ગયા હતા. તેમજ આ વર્ષે ગત વર્ષની સરખામણી કટઓફમાં નહિવત ફેરફાર જાેવા મળશે. આમ, જૂનાગઢ શહેરમાં ૪ કેન્દ્રો ઉપર કુલ ૨૨૮૭ વિદ્યાર્થીઓમાંથી ૨૪ છાત્રો ગેરહાજર, ૨૨૬૩ હાજર રહ્યા હતા. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા સંપન્ન થઇ છે તેવુ નીટની પરીક્ષાના નોડલ ઓફીસર પવનકુમાર સુથારે જણાવેલ છે.