લોકશાહીના પર્વને મતદાન થકી ઉજવવા અપીલ સાથે તંત્ર દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ

0

જૂનાગઢ સહિત ગુજરાતની લોકસભાની બેઠક માટેનો ચૂંટણી જંગ અંતિમ ચરણમાં પહોંચી ગયો છે અને આવતીકાલ તા.૭ મેના રોજ મતદારો દ્વારા મતદાન કરી અને લોકશાહીના પર્વને મનાવવામાં આવી રહેલ છે. આ સાથે જ આવતીકાલે યોજાઈ રહેલી ચૂંટણીના અનુસંધાને તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ સોરઠના મતદારો આવતીકાલે મતદાન રૂપી ફરજ બજાવી ફેસલો કરનાર છે. તો બીજી તરફ ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ પક્ષો પણ આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જ મતદારો ચુંટી કાઢે તે માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ગુજરાતની ર૬ પૈકી ૧ બેઠક ભાજપને માટે બીન હરીફ થયા બાદ કુલ રપ બેઠક માટે આવતીકાલે ચૂંટણી રણસંગ્રામ યોજાઈ રહ્યો છે. મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો જાેરજાેરથી આખરી લડાઈની તૈયારીમાં પડી ગયા છે. ગુજરાતની રપ બેઠકો પૈકી જૂનાગઢ લોકસભાની બેઠકની વાત કરીએ તો મુખ્ય ચૂંટણી જંગ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જાેટવા જાેટવા વચ્ચે છે. ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા કોળી સમાજમાંથી આવે છે જયારે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જાેટવા આહીર જ્ઞાતીમાંથી આવે છે. ભાજપના ઉમેદવાર સતત ત્રીજી ટર્મ ચૂંટણી લડી રહ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જાેટવા જાહેર જીવનના ઉંડા અભ્યાસુ અને દરેક સમાજમાં ચાહના ધરાવે છે. તેમજ રાજકીય રીતે પણ તેઓની કામગીરી બોલે છે. એક રીતે જાેઈએ તો ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જાેટવા વચ્ચે મુખ્ય સ્પર્ધા રહેલી છે. બંને રાજકીય પક્ષો દ્વારા જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં ડોર ટુ ડોર સંપર્કથી લઈ, રેલી, સભાઓ સહિતના ચૂંટણી પ્રચાર કરેલા છે. એટલું જ નહી ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા જૂનાગઢ ખાતે યોજાઈ હતી તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જાેટવાના સમર્થનમાં પણ પક્ષના વરીષ્ઠ નેતાઓની સભા જુદા-જુદા વિસ્તારમાં યોજાઈ હતી. ટુંકમાં એમ કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણી લક્ષી કામગીરી અસરકારક રીતે કરી છે અને છેલ્લી ઘડી સુધી મતદારોનો સતત લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષોના પ્રચાર તંત્રના ઘમાસાણ જાેવા જઈએ તો મતદાર વર્ગ દ્વારા આવકાર તો દરેકને આપવામાં આવી રહ્યો છે પરંતુ પોતાનું મન કળાવા દેતો નથી. હવે જયારે લોકસભાની જૂનાગઢની બેઠક ઉપર મતદાન થવાનું છે અને સોરઠટના મતદારો કોને જીતાડવા તે અંગેનો ફેસલો આવતીકાલે લેનાર છે ત્યારે આવતીકાલે ચૂંટણી ઉપર સૌનું ધ્યાન કેન્દ્રીત છે.

error: Content is protected !!