જૂનાગઢમાં મધુરમ પાસે ટ્રકે બાઈકને ટક્કર લગાવતા માથા ઉપર ટાયર ફરી જતા મહિલાનું મોત

0

જૂનાગઢમાં મધુરમ પાસે બાઈકને ટ્રકે ટક્કર લગાવતા માથા ઉપર ટાયર ફરી જતા મહિલાનું મોત થયું હતું અને બાઈક ચાલકને ઈજા થઈ હતી. આ અંગે મૃતક મહિલાના પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિહત મુજબ જૂનાગઢ શહેરમાં વણઝારી ચોક પાસે નવા નાગરવાડામાં આવેલ દાસારામ કોમ્પ્લેક્સમાં રહેતા મીનાબેન વસંતભાઈ ગઠીયા(ઉ.વ.૫૦) રવિવારની રાત્રે ૯-૩૦ વાગ્યાની આસપાસ જાેષીપરામાં રહેતા તેના ઓળખીતા સલીમભાઈ ઇબ્રાહીમભાઇ સીડાની પાછળ જીજે-૧૧- જીજે-૭૦૦૩ નંબરની બાઈક ઉપર બેસીને વંથલી તાલુકાના ટીનમસ ગામે મરણના પ્રસંગે બેસવા જતા હતા. તે દરમ્યાન મધુરમ વંથલી રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસે પહોંચતા જીજે-૦૧-બીવી-૨૮૩૮ નંબરના ટ્રકના ચાલકે બાઈકને પાછળથી ટક્કર લગાવતા મીનાબેનનું માથા પર ટ્રકનું તોતિંગ ટાયર ફરી વળતા મૃત્યું નિપજ્યું હતું. જ્યારે તેની સાથેના સલીમભાઈને પણ ઈજા થઈ હતી. આ અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો. આ અંગે મૃતક મહિલાના પુત્ર મિતેશભાઇ ગઠીયાની ફરિયાદ લઇ સી ડિવિઝન પોલીસે ટ્રક ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી હતી.

error: Content is protected !!