જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯૬માં પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે

0

આવતીકાલ તા.ર૧થી રપ દરમ્યાન શ્રીમદ સત્સંગી જીવન પંચાહ્ન પારાયણનું આયોજન

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯૬માં પાટોત્સવની ભાવભેર અને ભવ્યતાથી ઉજવણી થશે. આ પાટોત્સવ અંતર્ગત આવતીકાલ તા.ર૧થી રપ મે ર૦ર૪ દરમ્યાન શ્રીમદ સત્સંગી જીવન પંચાહ્ન પારાયણનું પણ આયોજન કરવામાં આવેલ છે. વકતા તરીકે પ.પૂ.સ.ગુ. સ્વામી શ્રી પુર્ણસ્વરૂપદાસજી(સરધાર) બિરાજી કથામૃતનું પાન કરવામાં આવશે. કથાનો સમય સવારે ૮ઃ૩૦થી ૧૧ઃ૩૦ અને બપોરે ૩ઃ૩૦થી ૬ઃ૩૦ દરમ્યાન રહેશે. વધુમાં ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવાયેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો ભકતોજનોની મનોકામના પુર્ણ કરે છે તેવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર શ્રધ્ધાળુ અને ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં પૂનમ ભરવા પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને દર્શને આવનારા ભાવિકોને અહીં બિરાજતા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો તેઓની મનોકામના પુર્ણ કરે છે તેવા આ સિધ્ધભૂમિ અને જૂનાગઢધામમાં નવયુવન ચેરમેન શ્રી કોઠારી સ્વામી પુરૂષોતમપ્રકાશદાસજી(પી.પી. સ્વામી) તથા મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી અને પૂર્વ ચેરમેન પૂ. દેવનંદન સ્વામીના માર્ગદર્શન હેઠળ અનેક સેવાના કાર્યો તેમજ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે. તેમજ વિકાસશીલ કાર્યો તેમજ વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે અને દિવસે-દિવસે દુર-દુરથી ભાવિકો આ મંદિરે દર્શન માટે આવે છે. અહીં આવનાર ભાવિકોના દર્શન માટેની વ્યવસ્થા, પ્રસાદ માટેની વ્યવસ્થા તેમજ રહેવાની સુવિધા સહિતની વ્યવસ્થાનું સુંદર સંચાલન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના આંગણે પૌરાણીક અને ઐતિહાસીક વારસાથી સુસંસ્કૃત જૂનાગઢની પ્રસાદીભૂત ભૂમિમાં બિરાજમાન શ્રી રાધારમણદેવ આદિક દેવોનો ૧૯૬મો પાટોત્સવ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રકાશદાસજી મહારાજશ્રીના આર્શીવાદ સહ પ.પૂ.૧૦૮ નાના લાલજી શ્રી દ્વિજેન્દ્રપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાશે. પ.પૂ.સ.ગુ. પુરાણી સ્વામી શ્રી ધર્મચરણદાસજીના રૂડા આર્શીવાદથી તથા પ.પુ.સ.ગુ. કોઠારી સ્વામી દેવનંદનદાસજી(પૂર્વચેરમેન)ના માર્ગદર્શન મુજબ શ્રીમદ સત્સંગીજીવન પંચાહ્ન પારાયણ તા.ર૧-પ-ર૦ર૪, મંગળવારથી તા.રપ-પ-ર૦ર૪ શનિવાર સુધી આયોજન કરેલ છે. જેના વકતાપદે પ.પુ.સ.ગુ. સ્વામી શ્રી પુર્ણસ્વરૂપદાસજી-સરધાર બિરાજી કથામૃતનો અલભ્ય લાભ આપશે. શ્રી ઠાકોરજીના દિવ્ય અભિષેક દર્શન, કથા શ્રવણ, ધર્મકુળદર્શન તેમજ ધામોધામથી પધારતા પૂજય સંતોના દર્શન-આશીવર્ચનનો લાભ પ્રાપ્ત કરવા સપરિવાર મિત્રમંડળ સહિત પધારવા સોરઠ પ્રદેશના સમસ્ત સંતો, સત્સંગી સમાજ તેમજ શ્રી રાધારમણદેવ વહિવટી સમિતી જૂનાગઢ વતી ચેરમેન શ્રી કોઠારી સ્વામી પુરૂષોતમપ્રકાશદાસજી સ્વામી(પી.પી. સ્વામી) તથા મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ ધર્મ કાર્યને સફળ બનાવવા માટે સંતોના માર્ગદર્શન હેઠળ કુંજ સ્વામી તેમજ પ્રફુલભાઈ કાપડીયા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!