જીજાજી તથા અન્ય લોકોને ફોટા મોકલી આપવાની ધમકી આપીને જૂનાગઢના શખ્સનું સગીરા ઉપર દુષ્કર્મ

0

ફરિયાદના પગલે પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી


જૂનાગઢ શહેરમાં ૧૭ વર્ષની એક સગીરાના બિભત્સ ફોટા પાડી અને વાયરલ કરવાની ધમકી આપી અને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારની વતની ૧૭ વર્ષની સગીરા બે વર્ષ અગાઉ તેની સાથે જૂનાગઢમાં રહેતી હતી. એક વર્ષ અગાઉ તેની મોટી બહેન સાથે બોર ખાવા માટે સ્વામી વિવેકાનંદ સ્કૂલ પાસે આવેલ પડતર જગ્યામાં ગઈ હતી ત્યારે પ્રદીપના ખાડિયામાં રહેતો ગૌરવ ઉર્ફ ગભરૂ અજયભાઈ સોલંકીએ પાછળ આવી સગીરા પાસે મોબાઈલ નંબર માંગી તેની સાથે જબરજસ્તી કરતા તરૂણી રાડા રાડી કરવા લાગતા તેની માતા અવાજ સાંભળીને દોડી આવ્યા હતા અને ગૌરવને ખીજાતા તે ભાગી ગયો હતો. આ પછી માતાએ સગીરા સહિત ત્રણેય ભાઈ બહેનને ગામડે રહેવા મોકલી દીધા હતા. બે મહિના પહેલા ગૌરવ સગીરાના ગામે પહોંચ્યો હતો અને તારા નંબર આપ હું તને મેસેજ કરૂ છું તું મને જવાબ આપજે મારે તારી સાથે ફ્રેન્ડશીપ રાખવી છે તેમ કહીને જતો રહ્યો હતો. આ પછી ગૌરવ અવારનવાર મેસેજ કરતો હતો પરંતુ સગીરા ક્યારેક જવાબ આપતી હતી. ૩ મહિના પહેલા રાત્રિના નવ વાગ્યે આ શખ્સ સગીરાને તેના ગામથી બાઈક ઉપર બેસાડી જુનાગઢ લઈ આવ્યો હતો. એક સ્કૂલ પાછળ પડતર જગ્યામાં લઈ જઈને કપડા ઉતારી મોબાઇલમાં ફોટા પાડી લીધા હતા. અને ફોટા તારા જીજાજીને અને બધાને મોકલી દઈશ એવી ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી પણ અવારનવાર ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાએ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગૌરવ ઉર્ફ ગભરૂ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!