જૂનાગઢના અલગ-અલગ વિસ્તારમાંથી પોલીસે બે યુવાનને છરી સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન નીચલા દાતાર નજીક બનેલા નવા પુલ પાસેથી દોલતપરામાં ૬૬ કેવી પાસે રહેતો પ્રહલાદ રતિલાલ સોલંકી અને સુખનાથ ચોકના કુંભાર વાડાનો હસન ઉર્ફે ટકો ઈબ્રાહીમભાઈ ભટ્ટી છરી સાથે મળી આવતા બંનેની અટક કરી હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.