જૂનાગઢ, કેશોદ, માંગરોળમાં ચાલતા ૭ ગેમઝોનના સંચાલકો સામે ફરિયાદ

0

રાજકોટની ઘટના પછી જૂનાગઢ શહેર અને જીલ્લામાં તંત્ર દ્વારા તમામ ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરૂ કરીને ફાયર એનઓસી સહિતના લાયસન્સ અંગે ચકાસણી કરવામાં આવી છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં પોલીસ વિભાગે જૂનાગઢ, કેશોદ, માંગરોળમાં આવેલા આવા ૭ ગેમઝોનના સંચાલકો સામે ફરિયાદો દાખલ કરીને કાર્યવાહી કરી છે. જૂનાગઢ જીલ્લામાં પોલીસ વિભાગ દ્વારા આવા ગેમઝોનમાં તપાસ કરીને અહીં સ્થળ ઉપર પોલીસ વિભાગનું સાર્વજનીક આનંદ પ્રમોદનું સ્થળોનું લાયસન્સ નહી મેળવેલા ગેમઝોનના સંચાલકો સામે ફરિયાદો દાખલ કરી છે. જેમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ શહેરમાં ઉપરકોટ કિલ્લામાં સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રા.લી. દ્વારા ગેમઝોન બનાવેલ તે ગેમઝોનના સંચાલક પ્રફુલદુદા મહીડા, બી ડીવીઝન પોલીસ સ૭ેશનમાં આવતા સ્નુક સીટી ગેમઝોનના સંચાલક જયદેવસિંહ નિર્મલસિંહ વાઘેલા, સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુરજ સિનેપ્લેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ રોયલ ગેમ ઝોનના માલિક-સંચાલક શબ્બીરભાઈ નુરમહમદભાઈ સુમરા અને ભવનાથ વિસ્તારમાં આવેલ વાસુ સુંદર ઓર્ગોનાઈઝર ધ ફન લીયો રિસોર્ટ એન્ડ કલબના માલિક-સંચાલક યતનીભાઈ નરેન્દ્રભાઈ કોટેચા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે કેશોદમાં લાયન્સ સ્નુકર ગેમઝોનના સંચાલક પરબત નાથા ઉલવા, આનંદ મનસુખ વાજા, માંગરોળમાં લાયન સ્નુકર હબના સંચાલક આનંદ મનસુખ વાજા અને માંગરોળમાં શુભ ગેમઝોનના સંચાલક વિશાલ ચંદ્રપ્રકાશ કુબાવત સામે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

error: Content is protected !!