જૂનાગઢની એક યુવતીએ મોટી બહેન તથા માતાની બીમારીથી ઘર ચલાવવાની જવાબદારી આવી જતા જેનું લાગી આવવાથી આપઘાત કરી લેતા ગમગીની વ્યાપી ગઈ હતી. શહેર દાતાર રોડ દુબળી પ્લોટ પાસે વાલ્મિકી વાસમાં રહેતા તૃપ્તિબેન ભીખુભાઈ ચુડાસમા(ઉ.વ.૨૩) નામ યુવતીની મોટી બહેન નયનાબેનને ટીબીની બીમારી હોય અને માતાનો ગોળો ભાંગી જતા પથારી વશ હોવાથી ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી પોતાના પર આવી ગઈ હતી. જેનું લાગી આવતા બુધવારના રોજ રાત્રે તૃપ્તિબેને ઘરમાં પડેલ ટીબીની દવા એક સાથે પી જતા ઝેરી અસર થવાથી સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમ્યાન યુવતીનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આ અંગે એ ડિવિઝન પોલીસે મૃતકના ભાઇ ગૌતમ ચુડાસમાનું નિવેદન લઇ કાર્યવાહી કરી હતી. તપાસનીશ પીએસઆઈ એ. એ. પરમારે જણાવ્યું હતું કે, યુવતીના વિસેરા એફએસએલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.