ભીયાળ, સરગવાડામાં જુગાર દરોડા : રોકડ સહિત ૨૫,૭૯૦નો મુદ્દામાલ કબ્જે

0

ભીયાળ, સરગવાડામાં પોલીસે જુગાર દરોડા પાડીને ૧૧ શખ્સને ઝડપી પાડી રોકડ સહિત ૨૫,૭૯૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જૂનાગઢ તાલુકાના ભીયાળ ગામે અરવિંદભાઈ પુનાભાઈ બાલધાની વાડીએ આંબલીના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા તાલુકા પોલીસે દરોડો પાડીને અરવિંદ પુના તેમજ રફીકશા હબીબશા, રાજેશ લાખાભાઈ ગજેરા, મનસુખ નાથાભાઈ મકવાણા, ભરત બાઘાભાઈ વાઘ, અબ્દુલ તૈયબભાઈ કોરેજા મનસુખ રાણાભાઇ વઘેરાને રૂપિયા ૨૧,૭૬૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સરગવાડા ગામે ગૌશાળા પાસે રહેતા નાથાભાઈ જુસબભાઈ નોઈડા મકાન પાસેથી તાલુકા પોલીસે નાથા જુસબ ઉપરાંત ઈશાક જુસબભાઈ નોઈડા, જુમા હાસમભાઈ સમા અને હસન હુસેનભાઈ નોઈડા સહિત ૪ શખ્સને રૂપિયા ૪,૦૩૦ની રોકડ રકમ સાથે જુગાર ખેલતા પકડી પાડ્યા હતા.

error: Content is protected !!