ભેસાણ પંથકમાં કુદરતી હાજતે ગયેલી સગીરાને પૈસાની લાલચ આપી દુષ્કર્મ

0

ભેસાણ પંથકમાંથી વધુ એક દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ૫ દિવસ પહેલા કુદરતી હાજતે ગયેલી સગીરાને પૈસાની લાલચ આપી એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કિશોરીની માતાએ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ભેસાણ વિસ્તારના ગામની ૧૫.૭ વર્ષની સગીરા ૫ દિવસ પહેલા સવારે ૬ઃ૩૦ વાગ્યાનાં અરસામાં પોતાના ઘરની પાછળ આવેલ પડતર જગ્યામાં કુદરતી હાજતે ગઈ હતી. ત્યારે એક ૪૫ વર્ષીય શખ્સે આવી સગીરાની એકલતાનો લાભ લઇ રૂપિયા ૧૦૦ આપી અને વધારે પૈસા આપવાની લાલચ આપી તરૂણીના શરીરે અડપલા કરી બાદમાં બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર આચરીને જતો રહ્યો હતો. બાદમાં આ અંગે તરુણીએ તેની માતાને વાત કરતા પરિવારજનો દિગ્મૂઢ થઈ ગયા હતા. ગુરૂવારની સાંજે કિશોરીની માતાએ ફરિયાદ કરતા ભેસાણનાં પીએસઆઈ એમ. એન. કાતરીયાએ જુદી જુદી કલમ અને પોકસો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ ઇન્ચાર્જ સીપીઆઇ સી. યુ. પરેવા ચલાવી રહ્યા છે. આ પહેલા ભેસાણ પાસેના ગામમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય શખ્સે પોતાની સગીર વયની દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતી અને વધુ એક આવી રાવ થતા ચકચાર મચી જવા પામી છે.

error: Content is protected !!