જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં બુટલેગરને ત્યાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને ૧.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શહેરમાં પંચેશ્વર વાડિયા વિસ્તારમાં રહેતો બુટલેગર ઉકા વેજાભાઈ કોડીયાતર તેના રહેણાંક મકાને દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરતો હોવાની માહિતી મળતા એલસીબીના પીઆઇ જે. જે. પટેલના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે દરોડો પાડી મકાનની ડેલી પાસેથી જીજે ૦૩ ડીજી ૨૮૬૩ નંબરની કારમાંથી રૂપિયા ૧૩,૮૦૦નો ૧૩૮ લિટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેમજ મકાન પાછળના ભાગે વોકળામાં જમીનમાં દાટેલ ૨૨ બેરલ આથો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે દારૂ, આથો અને કાર સહિત કુલ ૧,૭૪,૮૦૦નો મોઢામાં કબજે લીધો હતો. આ કાર્યવાહી દરમ્યાન ઉકા વેજા હાજર નહીં મળી આવતા તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.