ઝાલણસર ગુરૂકુળના સ્વામીને માર મારતો વિડિયો થયો વાયરલ

0

જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામે આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી વિજય પ્રકાશને કેટલાક શખ્સો માર મારતા હોય એવો વિડિયો આજે સોશ્યલ મિડિયા ઉપર વાયરલ થયો હતો. જેને પગલે સ્વામી નારાયણ સંપ્રદાયમાં ભારે ચર્ચાઓ જાગી હતી. આ વિડિયોને પગલે સ્વામીએ જણાવ્યું હતું કે, સુરતની એક જમીનના મામલે છેક ૮ વર્ષ બાદ વિવાદ વકર્યો છે. જેમાં પોતાની કોઇ ભૂમિકા હોવાની આશંકા રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે. જાેકે, આ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ નથી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, સ્વામી વિજય પ્રકાશને એવું કહેતા સંભળાયા હતા કે, બે દિવસ પહેલાંની આ ઘટનામાં કેટલાક શખ્સો પોતાની સંસ્થાએ ખોટા બહાના દઇને આવ્યા હતા. અને જે કોઇ મેટરને મારે લાગતું વળગતું નથી એને લઇને મારા ઉપર ૪ થી ૫ શખસોએ હુમલો કર્યો હતો અને ૨ શખ્સો વિડિયો ઉતારતા હતા. સુરતના સલથાણાની ૭૦ વીઘા જમીનમાં ખેડૂતે પૈસા લઇ લીધેલા છે. પછી જૂનાગઢના સ્વામી જયકૃષ્ણને પ્રલોભન આપ્યું કે, આ જગ્યા આશ્રમ માટે આપીશું. એટલે તેમણે વચ્ચે રહીને જમીનનો સોદો કરાવેલો. પછી સમય જતાં તેનું કોઇ નિરાકરણ નથી આવ્યું એટલે તેની ઉઘરાણી કરવામાં આવી. આ વાત ૨૦૧૫-૧૬ ની છે. પણ હવે તેને શા માટે ઉખેળવામાં આવી છે એ પ્રશ્ન છે. એ લોકોને એવી શંકા હતી કે, જયકૃષ્ણ સ્વામી જુદા જુદા પ્રસંગોમાં સાથે હોઇએ છીએ એટલે હું પણ તેમાં સામેલ હોઇશ. હકીકતે સુરતની એ જમીનમાં મારા ઉપર કોઇ આક્ષેપો નથી કે કોઇ ફરિયાદ પણ નથી થઇ.

error: Content is protected !!