જૂનાગઢમાં જર્જરિત વિશાલ ટાવરના માળને ઉતારી લેવા કવાયત શરૂ

0

જવાહર રોડ ઉપર બેરીકેટ, તપરાના શેડ બનાવીને રસતો વન-વે કરાયો

જૂનાગઢમાં કાળવા ચોકથી જવાહર રોડ તરફ જતા માર્ગ ઉપર વિશાલ ટાવર નામે ૧૦ માળનું જર્જરિત બિલ્ડીંગ વર્ષોથી ઉભું છે. ત્યારે આગામી ચોમાસાને ધ્યાને લઈને મહાપાલિકા દ્વારા આ જર્જરિત ઈમારતની ર૦ જેટલી દુકાનોને ખાલી કરાવીને સીલ કરવામાં આવી છે. બિલ્ડીંગના ઉપરના છ માળને ઉતારી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આશરે ૪૦ વર્ષ પહેલા જવાહર રોડ ઉપર ખડકાયેલા વિશાલ ટાવરના ઉપરના અડધો અડધ માળ જર્જરિત થયેલા છે અને તેને મનપા દ્વારા અવાર-નવાર ઉતારી લેવા માટે નોટિસો આપવા છતાં કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં ના આવતા અંતે મનપાએ ટેન્ડર ઈસ્યુ કરીને આ બિલ્ડીંગને ઉતારી લેવા માટે એક એજન્સીને કામ સોંપી દીધુ છે. ત્યારે આ વિશાલ ટાવરને ઉતારી લેવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌ પ્રથમ પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા અહી બિલ્ડીંગને ફરતા બેરીકેટ મારીને રસ્તાની વચ્ચે પતરાના શેડ ઉભા કરવામાં આવ્યા હતા અને જયાં સુધી કામ ચાલું રહેશે ત્યાં સુધી આ માર્ગ વન વે રહેશે અને જરૂર પડયે આ રસ્તો વાહનોની અવર-જવર માટે સાવ બંધ પણ કરવામાં આવશે. પતરાના શેડ કરીને રસ્તાની અવર-જવર બંધ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. આ કામગીરી આશરે એકાદ મહિના સુધી ચાલે તેવું જણાઈ આવ્યું છે. ૧૦ માળની બિલ્ડીંગના ઉપરના છ માળ સાવ જર્જરિત થયેલ હોય અને માળને ઉતારવા માટે મનપા દ્વારા અહીંના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલી ર૦ જેટલી દુકાનોને ખાલી કરાવીને સીલ કરી દેવામાં આવી છે. આમ વર્ષોથી માત્ર નોટિસ આપવામાં આવી રહી હતી પરંતુ આખરે મનપાએ રાજકોટની ઘટના બાદ એકશન મોડમાં આવીને આ ઈમારતને આખરે ઉતારવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત જૂનાગઢ મહાપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માટે ૪૦ જેટલી નોટિસો ઈસ્યુ છે. જેમાં પ્રાથમિકતામાં આવતી ત્રણ મોટી ઈમારત જે જાહેર માર્ગ ઉપર હોય અને રસ્તા ઉપર અવર-જવર કરતા વાહન ચાલકો માટે જાેખમી હોય તેવી ઈમારતોને તાકીદે ઉતારી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. વિશાલ ટાવર ઉપરાંત મનપાએ દાતાર રોડ ઉપર આવેલ સત્યમ એપાર્ટમેન્ટ અને રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ અજય એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી છે.

error: Content is protected !!