જૂનાગઢ લોકસભા બેઠકની ૧ર૮ ટેબલ ઉપર ૧૩૬ રાઉન્ડમાં કરાશે મતગણતરી

0

જૂનાગઢ લોકસભા બેઠકની મતગણતરી આડે હવે કલાકો બાકી રહ્યા છે. આવતીકાલ તા.૪ના કૃષિ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ૧ર૮ ટેબલ ઉપર ૧૩૬ રાઉન્ડમાં ગણતરી થશે. આ માટે પપ૦થી વધુ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જૂનાગઢ લોકસભા બેઠકની સાત વિધાનસભા અને પોસ્ટલ બેલેટ મળી કુલ ૧ર૮ ટેબલ ઉપર માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટીંગ આસિસ્ટન્ટ સહિત પપ૦થી વધુ કર્મચારીને ફરજ સોંપવામાં આવી છે. આ સાતેય વિધાનસભા મતક્ષેત્રોમાં કુલ ૧૩૬ રાઉન્ડમાં ગણતરી કરાશે. દરેક વિધાનસભામાં કુલ ૧૪ ટેબલ અને પોસ્ટલ માટે ૩૦ ટેબલ મળી કુલ ૧ર૮ ટેબલ ઉપર મત ગણતરી હાથ ધરાશે. મત ગણતરીમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે. તેમાં કાઉન્ટીંગ સુપરવાઇઝર, મદદનીશ માઈક્રો ઓબ્ઝર્વર અને એઆરઓ સહિત સ્ટેન્ડ બાય રહેશે. જૂનાગઢ લોકસભા બેઠકમાં કુલ ૧૮૪૭ ઈવીએમ માટે અલગ-અલગ રાઉન્ડમાં ગણતરી થશે. તેમાં જૂનાગઢ-વિસાવદર બેઠક માટે ર૧, ઉના-ર૦, સોમનાથ, તાલાળા અને કોડીનાર ૧૯ અને સૌથી ઓછા માંગરોળ બેઠક માટે ૧૭ રાઉન્ડમાં મત ગણતરી થશે.

error: Content is protected !!