અબ કી બાર કિસકી સરકાર ?

0

એકઝીટ પોલ સદંતર ખોટા સાબીત થયા: એનડીએ- ઈન્ડીયા વચ્ચે ભારે રસાકસી

બપોરે ૧ર.૦૦ કલાકની સ્થિતિએ એનડીએને ર૯૧ – ઈન્ડીયાને ર૩૮ અને અન્યને ૧૪ બેઠકો મળી રહી છે : ઉત્તરપ્રદેશમાં ભાજપને જાેરદાર ફટકો : રામમંદિરનો મુદો ચાલ્યો નહી: પશ્ચિમ બંગાળમાં મમતાનો જાદુ ચાલ્યો: મહારાષ્ટ્રમાં પણ ભારે ઉલટફેર

લોકસભાની ચૂંટણીનાં પરીણામોની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ચુકી છે. આ લખાય રહયું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ બપોરે ૧ર.૦૦ કલાકની સ્થિતિએ એનડીએ અને ઈન્ડીયા ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર થઈ રહી છે. કોઈને પણ અંદાજાે ન હોય તેવા કલ્પનાતીત આશ્ચર્યજનક પરીણામો આવ્યા છે.

અબ કી બાર કીસકી સરકાર ? આ પ્રશ્ન હવે કેન્દ્ર સ્થાને આવી ગયો છે. ભાજપનાં નેતૃત્વ હેઠળની એનડીએ ગઠબંધનનું વાવાઝોડું ફરી વળશે તેવા એકઝીટ પોલનાં તારણો સંપૂર્ણપણે ખોટા સાબીત થયા છે અને ઈન્ડીયા ગઠબંધનને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ રહી છે. એનડીએને ર૯૧ અને ઈન્ડીયાને ર૩૮ અને અન્યને ફાળે ૧૪ બેઠકો જઈ રહી છે. કુલ પ૪૩ બેઠકમાંથી બહુમતીનો મેઝીક ફીગર ર૭ર બેઠકોનો છે. ભાજપને ખૂબજ સામાન્ય પાતળી બહુમતી બહુમતી દર્શાય છે પરંતુ બે કલાક બાદ કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત એ રહી છે કે તમામ એકઝીટ પોલ ખોટા સાબીત થયા છે. ઈન્ડીયા ગઠબંધનનાં પ્રવકતાઓએ ઈલેકટ્રોનીક મિડીયાની વિવિધ ચેનલો પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપી મુકયો છે. એકપણ એકઝીટ પોલ સાચો સાબીત થયો નથી. તેના પરથી એકઝીટ પોલની વિશ્વસનીયતા સંપૂર્ણપણે જાેખમાય ગઈ છે. એક તબકકે એવું પણ માનવામાં આવી રહયું છે કે, એકઝીટ પોલ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી હતી.
સૌથી મોટો ઉલટફેર ઉત્તરપ્રદેશમાં સર્જાયો છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૮૦ બેઠકો આવેલી છે. ઉત્તરપ્રદેશમાં જેની બહુ ચર્ચા અને અપેક્ષા હતી તે રામમંદિરનો મુદો ચાલ્યો નથી.ઉત્તરપ્રદેશની ૮૦ બેઠકોમાંથી ભાજપને ૩૪ અને સમાજવાદી પાર્ટીને પણ ૩૪ અને કોંગ્રેસને ૯ બેઠકો મળી રહી છે. જયારે સંયુકત ઈન્ડીયા ગઠબંધનને એટલે કે એસપી અને કોંગ્રેસને ૪ર બેઠકો મળી રહી છે. જયારે એનડીએને ૩૬ બેઠકો મળી રહી છે. આમ ઉત્તરપ્રદેશનાં પરીણામોએ ભારે ઉલટફેર સર્જી દીધો છે. ઉત્તરપ્રદેશ બાદ ભાજપને પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તામીલનાડુ, પંજાબમાં જાેરદાર ફટકો પડયો છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો જાદુ ચાલી ગયો છે. પશ્ચિમ બંગાળની કુલ ૪ર બેઠકમાંથી ભાજપને ફાળે માત્ર ૧૦ બેઠકો જઈ રહી છે અને ૩૧ બેઠકો સાથે ટીએમસીનું બુલડોઝર ફરી વળ્યું છે અને કોંગ્રેસને ફાળે માત્ર ૧ બેઠક ગઈ છે.


આવી જ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની યુતિને જાેરદાર સફળતા મળી છે. જયારે ભાજપ – શિવસેના શિંદે જૂથનો કરૂણ રકાસ થયો છે. મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ભાજપને ૧૧, શિવસેના શિંદે જૂથને માત્ર ૬ બેઠકો મળી રહી છે. જયારે સામે પક્ષે કોંગ્રેસને ૧૧, શિવસેના ઉધ્ધવ જૂથને ૧૧ અને એનસીપી શરદ જૂથને ૭ બેઠકો મળી રહી છે. એટલે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ – એનસીપી અને શિવસેના (ઉધ્ધ્ધવ)ને ર૯ બેઠકો મળી રહી છે. આમ મહારાષ્ટ્રમાં પણ એનડીએને ફટકો પડયો છે. મહારાષ્ટ્ર અને યુપીનાં પરીણામોએ ભારે ઉલોટફેર કરી દીધો છે.

વધુ માહીતી અમારા ઈ-પેપર પર મેળવો.

error: Content is protected !!