વંથલીના ધંધુસર ગામે બે બહેનો ઉપર એસીડ એટેક : પતિ-દિયર સહિત પાંચ વિરૂધ્ધ ફરીયાદ

0


વંથલીના ધંધુસર ગામની સીમમાં બગીચાની ઓરડીમાં સુતેલી બે સગ્ગી બહેનો ઉપર એક બહેનના પતિ અને દિયર સહિતના પાંચ શખ્સોએ હુમલો કરીને મોઢા ઉપર અને શરીરે એસિડ એટેક કરતા બંને બહેનોને ગંભીર હાલતમાં સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવી છે. જૂનાગઢના મગનભાઈ જાલાની દીકરી સેજલના ૧૩ વર્ષ પહેલા માણાવદરના નાથભાઈ કરશનભાઈ મકવાણાના દીકરા અમિત સાથે જ્ઞાતિના રીતિરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન જીવનમાં તેઓને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. ત્યારે છેલ્લા દોઢેક મહિનાથી સેજલને તેનો પતિ અમિત ખોટી શંકાઓ કરીને મારકુટ કરતો હતો. પતિએ ટ્રક માટે લોન લીધી હતી. જેમાં તેણીના જેઠએ જામીન થવાની ના પાડી દેતા તેની વિરૂધ્ધ પતિએ સેજલને ખોટો કેસ કરવા દબાણ કર્યું હતું. પરંતુ પત્ની સેજલે ખોટી ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. જેથી દોઢેક મહિનાથી પત્ની ઉપર ખોટી શંકાઓ કરીને તેણીને ત્રાસ આપતો હતો અને તેણીના હાથ-પથ ભાંગી નાખ્યા હતા. જેથી સેજલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને પતિ સામે તેણીએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. હોસ્પિટલમાંથી રજા મળતા સેજલ પિતાએ ધંધુસર ગામે ધીરૂભાઈ ઉકાભાઈ મેરની વાડીએ બગીચો રાખ્યો હતો ત્યાં સાથે રહેવા જતી રહી હતી અને ભેંસાણમાં રહેતી સેજલની બહેન હેતલ સંજયભાઈ સોલંકી(ઉ.વ.૩પ) તેની ખબર કાઢવા આવી હતી. ત્યારે સેજલ તેની બહેન હેતલ, પિતા મગનભાઈ, માતા સરોવજબેન, ભાઈ સુજલ સહિતના છ વ્યકિત વાડીની આરોડીમાં સુતા હતા. ત્યારે મધરાતે ત્રણેક વાગ્યાના અરસામાં સેજલનો પતિ અમિત મકવાણા, તેણીનો દિયર કિસન મકવાણા અને ત્રણ અજાણ્યા શખ્સો આવી ચડયા હતા અને ઓરડીનો બહારથી દરવાજાે બંધ કરી દીધો અને બારીમાંથી અમિતે એસિડ ફેંકતા સેજલના મોઢા ઉપર, છાતીમાં, હાથ ઉપર પડતા તેને બળતરા થવા લાગતા તે જાગી ગયેલી, જાેયું તો તેનો પતિ, દિયર સહિતના શખ્સો બારી બહાર ઉભા હતા. પતિએ બીજી વખત એસીડ ફેંકતા સેજલની બહેન હેતલ ઉપર પણ એસિડ પડયું હતું. આમ બંને બહેનો એસિડ એટેકના ભોગ બનતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.

error: Content is protected !!