જૂનાગઢના યુવાનનું અપહરણ કરી મારમાર્યાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્રને હાજર કરાયો : મોડી રાતે જૂનાગઢ લવાયો

0

જૂનાગઢ જીલ્લા અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય રાજુભાઈ સોલંકી અપહરણ કરીને નગ્ન કરી વિડીયો ઉતારી હત્યા કરવાની કોશિષ કરવાના ગુનામાં છેલ્લા પ દિવસથી ફરાર એવા ગોંડલના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો મોડી રાતે ગોંડલ પોલીસ પાસેથી એલસીબીએ કબ્જાે લઈને ક્રાઈમ બ્રાંચની કચેરીએ લાવવામાં આવ્યો હતો. ગત તા.૩૦ મેના રોજ રાતના કાળવા ચોકમાં કાર વ્યવસ્થિત ચલાવવા મામલે ટકોર કરનાર સંજય સોલંકીનું મોડી રાતે ગણેશ સહિતના ૧૧ શખ્સો દ્વારા મારમારીને કારમાં અપહરણ કરી માફી મંગાવીને વિડીયો ઉતાર્યો હોવાનો બનાવ સામે આવ્યાના બીજા દિવસે સવારે ગણેશ સહિતના ૧૧ શખ્સો સામે હત્યાની કોશિષ, આમર્સ એકટ, એટ્રોસિટી સહિતની કલમો અન્વયે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના બીજા દિવસે તા.૧ જુનના રોજ સમગ્ર દલીત સમાજ દ્વારા જૂનાગઢ કલેકટર અને એસપીને આવેદનપત્ર આપીને ગુરૂવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું અન્યથા ગણેશ નહી પકડાય તો ગુરૂવારે રાજુભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે સામુહિક આત્મવિલોપન કરશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી. તેના બે દિવસ પછી પોલીસે સંજયનું અપહરણ કરનાર જસદણના અતુલ પ્રેમસાગર કિશનલાલ કઠેરીયા, ફેજલ ઉર્ફે પાવલી હુસેન જીવ પરમાર અને ઈકબાલ હારૂન ઈસ્માઈલ ગોગદા નામના ત્રણ શખ્સોને બ્રેઝા કાર સાથે ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા અને તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. આ કેસની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી જે.કે. ઝાલા ચલાવી રહ્યા હતા તેમની તપાસ દરમ્યાન સંજયનું અપહરણ કરનાર મુખ્ય ત્રણ આરોપી જસદણના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા પરંતુ અચાનક આગળની તપાસ ચાલે તે પહેલા કોઈ કારણસર ડીવાયએસપી ઝાલા રજા ઉપર જતા આ કેસની તપાસ જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાને સોંપવામાં આવી છે અને ગણેશ સહિતના આરોપીઓને પકડીને જૂનાગઢ પોલીસે મોડી રાતે ક્રાઈમ બ્રાંચે લાવી છે. તો બીજી તરફ જૂનાગઢમાં દલીત સમાજનું મોટું આંદોલન થનાર હતું અને તેમાં આગામી રણનીતિ પણ નક્કી કરવામાં આવનાર હતી. શહેરના કાળવા ચોકમાં સવારે ૧૦ કલાકે સમગ્ર દલીત સમાજના આગેવાનો એકત્ર થનાર હતા અને ગોંડલમાં દલીત સંમેલનની તારીખ પણ નક્કી કરવામાં આવનાર હતી. આ અંગે જૂનાગઢ જીલ્લા અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા પોલીસને ગુરૂવાર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તે પૂર્વે ગણેશને હાજર કરાયો છે અને અમારી માંગણી છે કે આરોપીના જેમ બને તેમ વધુને વધુ રિમાન્ડ મંજુર કરવામાં આવે અને આ કેસ ઝડપી ચલાવીને ન્યાય આપવામાં આવે તેવી માંગ છે.

error: Content is protected !!