૯ જૂને મોદી સરકારની શપથવિધિ: આવતીકાલે ભાજપ સંસદીય પક્ષની બેઠક

0

ભાજપનાં સહયોગી પક્ષો સમર્થનની કિંમત વસુલી રહયા છે: નવી કેબીનેટની રચના મોદી માટે પડકારરૂપ: વડાપ્રધાન મોદીની નવી ટીમમાં કોણ બનશે મંત્રી – કોને પડતા મુકાશે ? ચર્ચાઓ શરૂ

આગામી તા. ૯ જૂન રવિવારનાં રોજ મોદી સરકાર ૩.૦ ની શપથવિધિ થશે તેવું આધારભૂત અહેવાલોમાં જણાવાયું છે તે પહેલા આવતીકાલે શુક્રવારે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળશે જેમાં નરેન્દ્ર મોદીને પક્ષનાં વડા તરીકે વરણી કરતો ઠરાવ પસાર કરવામાં આવશે. બીજી તરફ ભાજપનાં સહયોગી પક્ષો તેમણે આપેલા સમર્થનની કિંમત વસુલી રહયા છે. નવી કેબીનેટની રચના પડકાર રૂપ હશે તેવા સંકેતો મળી રહયા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દન દ્વારા આપવામાં આવેલ ર્નિણય સરકાર બનાવશે અને મજબૂત વિપક્ષ પણ બનાવશે. મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઈ રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો બહુમતીનો આંકડો ૨૭૨થી ઓછો છે. ભાજપને માત્ર ૨૪૦ સીટો મળી શકી છે. એનડીએને ૨૯૩ બેઠકો મળી છે. આવી સ્થિતિમાં સત્તાની ચાવી NDAના બે મોટા ભાગીદારો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં જ રહેશે. તે જ સમયે, ઈન્ડીયા ગઠબંધનના સાથી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા ચહેરા ૨૩૨ બેઠકો સાથે વિપક્ષી બેંચ પર હશે. દરમિયાન, નરેન્દ્ર મોદી સરકાર ૩.૦ માં કોને મંત્રી પદ મળી શકે તે અંગે અટકળો પણ તેજ થઈ ગઈ છે.


સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ૯ જૂનની તારીખ ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી એવા પ્રથમ નેતા હશે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં જીતેલા તમામ મંત્રીઓને ફરીથી મંત્રી બનાવવામાં આવી શકે છે. આ ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગર (ગુજરાત), રાજનાથ સિંહ લખનૌ (યુપી), નીતિન ગડકરીએ નાગપુર (મહારાષ્ટ્ર), પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર (મહારાષ્ટ્ર), ગજેન્દ્ર સિંહ શેખાવતે જાેધપુર (રાજસ્થાન), ભૂપેન્દ્ર યાદવ અલવર (રાજસ્થાનમાંથી જીત નોંધાવી છે. આવી સ્થિતિમાં તે ફરીથી નરેન્દ્ર મોદીની ટીમમાં જાેવા મળી શકે છે. જાેકે NDAમાં પોર્ટફોલિયોની વહેંચણી અંગે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.
લોકસભામાં ભાજપને બહુમતી નહી મળવાને કારણે નવી કેબિનેટની રચના કરવી પીએમ મોદી માટે પડકારરૂપ છે. સુત્રો જણાવી રહયા છે કે નવી સરકારમાં કેટલાક મંત્રીઓનું પુનરાવર્તન નહીં થાય. જયારે કેટલાક પરાજિત નેતાઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેઠીથી હારેલી સ્મૃતિ ઈરાનીને ફરી મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
બંધારણીય જાેગવાઈ અનુસાર સરકાર મંત્રી પરિષદમાં લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના ૧૫ ટકા સુધી મંત્રીઓ હોઈ શકે છે. એટલે કે તેમની ટીમમાં વડાપ્રધાન સિવાય ૭૮ મંત્રીઓ સામેલ થઈ શકે છે.

error: Content is protected !!