સમાન સિવિલ કોડ, એનઆરસી મુદે પીછેહઠ કરવી પડશે: સહયોગી પક્ષો મનમાની કરવા દેશે નહી

0

લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે સતત ત્રીજી વખત દેશમાં એનડીએની સરકાર બની છે. આ સરકાર એનડીએની છે, એકલા ભાજપની નથી.જનતાનો જનાદેશ સ્પષ્ટ છે, સૌને સાથે રાખીને ચાલવું, જનતાને પણ મજબૂત વિપક્ષની જરૂર છે અને કોઈ એક પક્ષને જંગી બહુમતી આપવી જાેઈએ નહી. તે પ્રચંડ બહુમતી ઘણા ર્નિણયોને ડર્યા વિના લેવા સક્ષમ બનાવતી હતી.

આ કારણે જ કલમ ૩૭૦ હટાવવામાં આવી હતી, આ કારણે જ તમામ વિવાદો છતાં ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો લાવવામાં આવ્યો હતો અને CAA લાગુ કરવામાં આવ્યો હતો. આ વખતે ફરી એ ર્નિણયોના આધારે સરકાર બનાવવાની વાત થઈ હતી. પીએમ મોદી સતત કહેતા હતા કે ત્રીજાે કાર્યકાળ મોટા ફેરફારો, મોટા સુધારાનો હશે. તે સુધારાઓમાં એક દેશ, એક ચૂંટણી, સમાન નાગરિક સંહિતા અને અમુક અંશે વસ્તી કાયદો સામેલ હતો.
અમિત શાહે પણ CAA પછી NRC લાગુ કરવાની વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે તેને પણ સ્ટેપ બાય સ્ટેપ લાગુ કરવામાં આવશે. પરંતુ હવે તે ર્નિણયો લેવાના છે, પરંતુ તેમને સમર્થન આપવા માટે પ્રચંડ બહુમતી હાજર નથી. આ વખતે મોદી સરકાર નહીં પરંતુ કેન્દ્રમાં એનડીએની સરકાર છે. એક એવી સરકાર જ્યાં પ્રાદેશિક પક્ષો પોતાના માટે મોટા મંત્રાલયોની માંગણી જ નહીં કરે, પરંતુ સરકારની ઘણી યોજનાઓમાં દખલ પણ કરશે.

error: Content is protected !!