ખંભાળિયાના જલારામ મંદિરે અંબા મનોરથના અલભ્ય દર્શન યોજાયા

0

ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા સુવિખ્યાત જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંબા મનોરથના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જલારામ મંદિર પરિસરમાં બાપાની મૂતિર્ સમક્ષ વિવિધ પ્રકારના આંબા (કેરી)ની રંગોળી સાથેના સુંદર દર્શન યોજાયા હતા. આ દર્શનનો લાભ વહેલી સવારથી રાત્રી સુધી મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લઈ અને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર આયોજન માટે જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારી તેમજ કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!