જૂનાગઢમાં ૧૪ એસી ખરીદી ૪.૩૪ લાખની છેતરપીંડી કર્યાની બે વિરૂધ્ધ ફરીયાદ

0


શહેરના વણઝારી ગેઈટ નજીક આવેલ ઈલેકટ્રોનીકસની દુકાનના વેપારી પાસેથી ૧૪ એસી ખરીદી ત્રાહીત વ્યકિતનો ચેક આપી વિશ્વાસઘાત કર્યાની રાજકોટના શખ્સ સહિત બે સામે બી ડીવીઝન થાણે ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં વણઝારી ચોક પાસે આવેલ વી આર્કેડ ખાતે ઇલેક્ટ્રોનિક્સ આઈટમોની દુકાન ધરાવતા સ્મિત જીતેન્દ્રભાઈ પાનસુરીયાને દોઢ મહિના પહેલા તેના મોબાઈલ પર ફોન આવતા ફોન કરનારે પોતાનું નામ કેયુર ભાલાળા રહે. રાજકોટ હોવાનું જણાવી અને વેપારીના પિતરાઈ ભાઈ યોગેશ વૃજલાલભાઈ પાનસુરીયાની ઓળખાણ આપી તાલાલા એરિયામાં માધુપુર અને જાંબુર વચ્ચે ગીર વિસ્તારમાં પટેલ વી નામે ફાર્મ હાઉસ બનાવેલ છે જેમાં એસી લગાડવાના હોય ૧૪ એસી ખરીદ કરવાના છે તેમ કહી ભાવમાં રાહત કરી આપવાનું જણાવ્યું હતું. થોડા દિવસ પછી ફોન કરી આ કેયુરભાઈએ ૧૪ એસી ખરીદવાની તૈયારી બતાવી અને જે પેમેન્ટ થતું હશે એનો બેંક ચેક આપીશું અમારા ફાર્મ હાઉસ ખાતે એસી લાગી જાય એટલે તરત જ રોકડમાં પેમેન્ટ કરી આપીશું એવો વિશ્વાસ અપાવ્યો હતો. આ પછી ૧૩ મે ના રોજ રાત્રે ૧૧ વાગે કેયુર ભાલાળાએ અજાણ્‌યા શખ્સને મોકલેલ અને ર્નિમલભાઈ નામની વ્યક્તિએ કેયુર સાથે વાત કરાવેલ. અને તેણે ૧૪ એસી પસંદ કરી જેના રૂપિયા ૪.૩૪ લાખના પેમેન્ટનો પ્રદીપભાઈ વિઠ્ઠલભાઈ હિરપરાના નામનો પ્રદીપ ભાઈની સહિ વાળો સીટીઝનનો તારીખ વગરનો ચેક આપ્યો હતો. બાદમાં ૧૪ એસી વાહનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૪ એસી પેમેન્ટ અંગે બહાના બતાવી ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. આથી વેપારીએ તપાસ કરાવતા ગીર વિસ્તારમાં પટેલ વિલા નામનું કોઈ ફાર્મ ન હોવાનું જણાવ્યું હતું. અને કેયુર ભલાળા અંગેની તપાસમાં તેણે રાજકોટમાં એસીનું વેચાણ કરી નાખ્યું હોવાનું જણાયું હતું. આ એસીની ખરીદી કરી રૂપિયા ૪.૩૪ લાખનું પેમેન્ટ નહીં કરી કેયુર ભાલાળા અને ર્નિમલે છેતરપિંડી હાજઆચરી હોવાની ફરિયાદ વેપારીએ કરતા બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.

error: Content is protected !!