જયરાજસિંહની દબંગગીરી સામે તા.૧રમીએ જૂનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલીનું એલાન

0

જૂનાગઢ જીલ્લા અુનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીના અપહરણ અને હત્યાની કોશિષના ગુનામાં પોલીસમાં હાજર થયેલા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિતના તેના સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે ગઈકાલે સવારે આ મામલે અહીના કાળવા ચોકમાં દલીત સમાજે એકત્ર થઈને જયરાજસિંહની દબંગગીરી સામે તા.૧રમીએ જૂનાગઢથી ગોંડલ સુધીની વિશાળ બાઈક રેલીનું એલાન કર્યું છે. ગુરૂવારે રાજુભાઈ સોલંકી અને તેના પરિવારના સભ્યો દ્વારા કાળવા ચોકમાં આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી અને સમગ્ર દલીત સમાજનું એક આંદોલન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે જૂનાગઢ જીલ્લા અુનુસુચિત જાતીના આગેવાનો મોટી સંખ્યામાં અહી આવી પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કાળવા ચોકમાં ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દલીત સમાજના યુવાન ઉપર કરવામાં આવેલા હુમલાને લઈને સમાજમાં રોષની લાગણી જાેવા મળી રહી હતી. કાળવા ચોકમાં સૌએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને જય ભીમના નારા લગાવ્યા હતા. આ તકે જીલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ મિડીયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે, આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી પરંતુ પોલીસે ગણેશને પકડી પાડયો છે જેથી તેમનો પરિવાર ગુજરાત સરકાર અને પોલીસનો આભાર માને છે પરંતુ ગણેશને કોઈ સ્પેશિયલ સુવિધાઓ આપવામાં ના આવે તેવી અમારી માંગ છે. ગણેશને પોલીસ જીપમાં લાવવાના બદલે તેની લકઝુરી કારમાં જૂનાગઢ લાવી તેનું અમોને દુઃખ છે. અમોને કોઈ જ્ઞાતિ ક્ષત્રીય સમાજ કે ભાજપ સરકાર સામે કોઈ વાંધો નથી માત્ર જયરાજસિંહની દબંગગીરી સામે વાંધો છે. જેથી આંદોલન મુલવતી રાખીને અમારા દલીત સમાજના દરેક લોકો આગામી તા.૧રના રોજ જૂનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલી કાઢીને રોષ વ્યકત કરશે. આ રેલી સવારે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને નીકળશે. કાળવા ચોકમાં ગઈકાલે ૧ર વાગ્યે આંદોલન પૂર્ણ કરીને સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા જીલ્લા કલેકટર કચેરી તરફ ગયા હતા. અહી કલેકટર કચેરી પરિસરમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા બાદમાં કલેકટરને આવેદનપત્રને પોતાની મુખ્ય ચાર માંગણી રજુક રી છે. જેમાં એટ્રોસિટી એકટની જાેગવાઈ અનુસાર આરોપીઓ સામે તત્કાલ ૬૦ દિવસમાં ચાર્જશીટ કરવામાં આવે, કેસની તપાસ પ્રિવેન્સન ઓફ એટ્રોસિટી એકટની જાેગવાઈ મુજબ કરીને ડે ટુ ડે ટ્રાયલ ચલાવી ૬ માસમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે, તપાસમાં બે સરકારી કર્મચારીઓને સાહેદ તરીકે લઈને તેમના નીવેદન નોંધાવમાં આવે, ચાર્જશીટ પહેલા કોઈ પણ આરોપીઓને જામીન ન મળવા જાેઈએ, તેના માટે સરકારી વકીલ અને આઈઓ સાથે પરામર્શ કરીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

error: Content is protected !!