નાનીખોડિયારમાં જુગાર દરોડો, ૪ મહિલા સહિત ૭ શખ્સ ઝબ્બે

0

મેંદરડા પંથકના મોટી ખોડીયાર ગામે બી.એસ.એન.એલના ટાવર પાસે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી અને ૭ ને ઝડપી લઈ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ગામે જાહેરમાં જુગાર ચાલી રહ્યોં હોય બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો અને તીન પતી રોન પોલીસનો જુગાર રમતાં અશોક ભોજાભાઈ મકવાણા, રામજી દુદાભાઈ બાબરીયા, રવજીભાઈ સોમાભાઈ સોંદરવા, ચંપાબેન ભનુભાઈ જાદવ, મુકતાબેન રામજીભાઈ જાદવ, મીનાબેન નારણભાઈ વાઘ, પ્રવીણાબેન અશોકભાઈ મકવાણાને ઝડપી લીધા હતા અને રૂા.૪૫૧૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ પોલીસની જુગાર રેઇડથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

error: Content is protected !!