અશક્તિથી શરીર નબળું પડી જતા બસ સ્ટેશનના પાર્કિંગમાં યુવકનું મોત

0

તાલાલાના સીદીવાડામાં રહેતા અને રખડતું ભટકતું જીવન પસાર કરતાં અબ્બાસભાઈ ગુલુભાઈ મકવાણા(ઉ.વ.૩૫)ને ખોટી આદતોના કારણે શરીર નબળું પડી જતા અને અશક્તિના કારણે શનિવારે જૂનાગઢના એસટી બસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં તેમનું મૃત્યું થતાં બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં માનસિકતાના કારણે લગ્ન નહીં થતાં મરમઠના યુવાને ગળાફાંસો ખાઇ લેતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. માણાવદર તાલુકાના મરમઠ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રામદેભાઈ લીલાભાઈ ભાટુ(ઉ.વ.૩૨) નામના યુવાન ૧૦ વર્ષની ઉંમરે પડી ગયા હતા. જેથી માનસિકતા અને અસ્થિર મગજના કારણે વાત વાતમાં મનોમન ખોટું લાગી જતું હતું અને માનસિકતાના કારણે લગ્ન થયેલ ન હોવાથી પોતાના ઘરની બાજુમાં આવેલ ડેલામાં શનિવારે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ હતી.

error: Content is protected !!