બૂટલેગરો ઉપર તવાઈ : દારૂના ૬ કેસ : ૩ શખ્સ ઝડપાયા, ૩ ફરાર

0

જૂનાગઢમાં પોલીસે દરોડા પાડી બૂટલેગરો ઉપર તવાઈ બોલાવી હતી. એ ડિવિઝન પોલીસે દોલતપરાના નેમીનાથનગરમાં રહેતા જયેન્દ્ર ઉર્ફે જયલો મંગળભા જાડેજાના રહેણાંક મકાનમાંથી રૂપિયા ૧૮૦૦ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો આથો, પંચેશ્વરમાં રહેતા દેવાભાઈ લખમણ મોરીની કાળવા કાંઠે આવેલ કબજાની જગ્યાએથી રૂપિયા ૨૬૦૦નો દેશી દારૂ તથા આથો તેમજ પંચેશ્વરના માંડા ભીમાભાઇ મોરીનાં રહેણાક મકાનમાંથી રૂપિયા ૧૮૦૦નો દેશી દારૂ બનાવવાનો આથો અને પંચેશ્વર રબારીવાસમાં રહેતા ભીખાભાઈ ખીમાભાઈ ઉલવાના મકાનની પાછળથી પણ રૂપિયા ૧૮૦૦નો આથો કબજે કરી તેનો નાશ કર્યો હતો પરંતુ આમાંથી એક બુટલેગર હાથ નહિ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે સી ડિવિઝન પોલીસે દુબળી પ્લોટમાં રહેતા આકાશ જીતુભાઈ પરમારને રૂપિયા ૧૦૦ના વિદેશી દારૂ સાથે, દીપાંજલીના પાવન હસમુખ ચુડાસમાને રૂપિયા ૪૦ના દેશી દારૂ સાથે અને હાઉસિંગ કોલોનીના પંકજ રતિલાલ જયસ્વાલને રૂપિયા ૬૦ના દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

error: Content is protected !!