ઔદ્યોગિક રીતે પછાત એવા પોરબંદરનો હવે વિકાસ થાય તેવી મતદારોએ વ્યક્ત કરી આશા
ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા તેની સાથોસાથ ૭૨ મંત્રીએ પણ શપથ લીધા હતા. જેમાં પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયાનો પણ સમાવેશ થયો છે ત્યારે પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયાનો પણ સમાવેશ થયો છે. ત્યારે પોરબંદર મત વિસ્તારનો હવે વિકાસ ઝડપી બનશે તેવી આશા અપેક્ષા લોકો રાખી રહ્યા છે. કારણ કે, લોકસભાના ઈતિહાસમાં પોરબંદરને કેબિનેટ મંત્રી પદ મળ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોરબંદરની સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર ડો. મનસુખભાઈ માંડવીયાએ ૩,૮૩,૦૦૦ મતની જંગી લીડથી ચૂંટાઈને સર્વોપરીતા સિધ્ધ કરી છે ત્યારે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે મોદી સરકાર ૩.૦ના મંત્રી મંડળમાં ફરી વખત તેમનો પણ કેબિનેટ મંત્રી તરીકે પોરબંદરના વિકાસના સંજાેગો હવે ઉજળા જણાઈ રહ્યા છે. પોરબંદરના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો સર્વ પ્રથમ વખત એવું બન્યું છે કે, પોરબંદરના ચૂંટાયેલા સાંસદને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે.